JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સ્પોર્ટ્સ

IPL 2027 માટે ચેન્નાઈ સુપર કિંગ્સમાં મોટો ફેરફાર, માઈક હસી અને એરિક સાયમન્સની વિદાય

Oct 26, 2026 | 22:35 | By JAMNAGAR MIRROR
IPL 2027 માટે ચેન્નાઈ સુપર કિંગ્સમાં મોટો ફેરફાર, માઈક હસી અને એરિક સાયમન્સની વિદાય
ચેન્નાઈ સુપર કિંગ્સે આગામી IPL માટે કોચિંગ સ્ટાફમાં મોટો બદલાવ કર્યો છે. બેટિંગ કોચ માઈક હસી અને બોલિંગ કોચ એરિક સાયમન્સ સાથે છેડો ફાડી નાખ્યો છે, જ્યારે મોહિત શર્મા અને ગારેથ બેટી જેવા નવા ચહેરાઓને મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

ચેન્નાઈ સુપર કિંગ્સે આગામી IPL 2027ની તૈયારીઓના ભાગરૂપે પોતાના કોચિંગ સ્ટાફમાં મોટા પાયે ફેરફાર કરવાની જાહેરાત કરી છે. ફ્રેન્ચાઈઝીએ સોમવારે લાંબા સમયથી ટીમ સાથે જોડાયેલા બેટિંગ કોચ માઈક હસી અને બોલિંગ કોચ એરિક સાયમન્સ સાથેનો નાતો તોડી નાખ્યો છે. માઈક હસી 2018થી CSKના બેટિંગ કોચ તરીકે સેવા આપી રહ્યા હતા, જ્યારે એરિક સાયમન્સ પણ 2018થી બોલિંગ યુનિટીને સંભાળી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર ભાવુક સંદેશ પાઠવતા ફ્રેન્ચાઈઝીએ બંને દિગ્ગજોના યોગદાનની પ્રશંસા કરી હતી અને તેમને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. હસી અને સાયમન્સ ઉપરાંત આસિસ્ટન્ટ કોચ રાજીવ કુમાર, ફિલ્ડિંગ કોચ જેમ્સ ફોસ્ટર અને ફિઝિયો ટૉમી સિમસેક પણ હવે આગામી સિઝનમાં ટીમનો ભાગ નહીં રહે.

છેલ્લા કેટલાક વર્ષોથી ટીમનું પ્રદર્શન નબળું રહેતા આ કડક નિર્ણયો લેવામાં આવ્યા છે. 5 વખતની ચેમ્પિયન ટીમ 2023માં ટાઇટલ જીત્યા બાદ 2024માં 5મા, 2025માં 10મા અને 2026માં 8મા ક્રમે રહી હતી. આ ખરાબ પ્રદર્શનના કારણે ફ્રેન્ચાઈઝીએ હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગ સાથે પણ છેડો ફાડી નાખ્યો છે, જેઓ હવે ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમના હેડ કોચ બની ગયા છે. ફ્લેમિંગની જગ્યાએ ભારતના પૂર્વ પેસર જહીર ખાનને નવા હેડ કોચ બનાવવામાં આવ્યા છે. ફ્રેન્ચાઈઝીએ નવા કોચિંગ સ્ટાફમાં મોટા બદલાવ કરતા ભારતના પૂર્વ ફાસ્ટ બોલર મોહિત શર્માને નવો બોલિંગ કોચ બનાવ્યો છે, જ્યારે ઇંગ્લેન્ડના પૂર્વ સ્પિનર 49 વર્ષીય ગારેથ બેટીને આસિસ્ટન્ટ કોચ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

નવા આસિસ્ટન્ટ કોચ ગારેથ બેટી પાસે કોચિંગનો સારો એવો અનુભવ છે. તેમણે 2022 થી 2024 દરમિયાન સરે ટીમને સતત 3 કાઉન્ટી ચેમ્પિયનશિપ ટાઇટલ અપાવ્યા છે અને તેઓ ધ હન્ડ્રેડ કોમ્પિટિશનમાં MI લંડન સાથે પણ કામ કરી ચૂક્યા છે. નવા હેડ કોચ જહીર ખાન અને ગારેથ બેટી અગાઉ ઇંગ્લિશ કાઉન્ટી વોર્સેસ્ટરશાયર સાથે રમતી વખતે એકબીજાને સારી રીતે જાણી ચૂક્યા છે, જે જોડાણ આગામી સિઝનમાં CSK માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ટીમમાં થયેલા આ ફેરફારો અને નવા કોચિંગ સ્ટાફ સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ આગામી IPL 2027માં ફરીથી વિજેતા ટ્રેક પર પાછા ફરવા માટે પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરશે.

LATEST ARTICLES