JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
જામનગર

એક્સપાયરી ડેટ વહી ગયેલું દૂધ વેચવું ડેરી સંચાલકને મોંઘું પડ્યું, ગ્રાહક ફોરમે ફટકાર્યો દંડ

એક્સપાયરી ડેટ વહી ગયેલું દૂધ વેચવું ડેરી સંચાલકને મોંઘું પડ્યું, ગ્રાહક ફોરમે ફટકાર્યો દંડ
જામનગરમાં એડવોકેટને મુદતવીતેલું દૂધ વેચનાર વેપારી સામે ગ્રાહક ફોરમે લાલ આંખ કરી છે. ફોરમે માનસિક ત્રાસ અને ખર્ચ પેટે કુલ રૂપિયા ૬ હજાર ચૂકવવાનો આદેશ કર્યો છે.

જામનગર શહેરમાં ગ્રાહકોના હિતોના રક્ષણ માટે ગ્રાહક સુરક્ષા ફોરમનું મહત્વપૂર્ણ પગલું સામે આવ્યું છે. શહેરના ગુરૂદ્વારા પાસે આવેલી કામધેનુ ડેરી એન્ડ ફૂડ નામની દુકાનમાંથી સ્થાનિક એડવોકેટ હરીશભાઈ ચંદ્રેશભાઈ શાહે અમૂલના ગાયના દૂધની અડધા લીટરની થેલી ખરીદી હતી. જો કે, આ ખરીદી દરમિયાન વેપારીની બેદરકારી સામે આવી હતી કારણ કે ગ્રાહકને જે દૂધની થેલી આપવામાં આવી તેની એક્સપાયરી ડેટ પહેલેથી જ વીતી ચૂકી હતી. ગ્રાહકે જ્યારે આ દૂધ ઘરે જઈને ગરમ કર્યું ત્યારે તે ફાટી ગયું હતું, જેના કારણે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.

દૂધ ફાટી જવાની શંકા જતા એડવોકેટ હરીશભાઈએ થેલી પર છપાયેલી વિગતો ચકાસી હતી, જેમાં ચોંકાવનારી બાબત સામે આવી હતી કે દૂધની થેલી પર મુદત પૂ થયાની તારીખ ૬ મે ૨૦૨૬ દર્શાવેલી હતી જ્યારે તેની ખરીદી ૭ મે ૨૦૨૬ના રોજ કરવામાં આવી હતી. આ ગંભીર બેદરકારી બદલ હરીશભાઈએ તાત્કાલિક સંબંધિત દુકાનદારનો સંપર્ક કરીને આ બાબતની જાણ કરી હતી. પરંતુ, દુકાનદાર તરફથી આ મામલે કોઈ જ સંતોષકારક પ્રત્યુત્તર કે સ્પષ્ટતા કરવામાં ન આવતા આખરે ગ્રાહકે ન્યાય મેળવવા માટે ગ્રાહક સુરક્ષા ફોરમમાં કાયદેસરની ફરિયાદ નોંધાવવાનો નિર્ણય કર્યો હતો.

ગ્રાહક ફોરમમાં આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવ્યા બાદ ગ્રાહકના પક્ષમાં ચૂકાદો આપવામાં આવ્યો હતો. ફોરમે મુદતવીતેલા (એક્સપાયરી) દૂધનું વેચાણ કરવાને ગ્રાહક સાથેની છેતરપિંડી અને ગંભીર બેદરકારી ગણી હતી. આ કેસમાં સામાવાળા વેપારીને ગ્રાહકને થયેલી માનસિક યાતના અને પરીતાપ બદલ રૂપિયા ૫ હજાર તેમજ અદાલતી કેસના ખર્ચ પેટે વધારાના રૂપિયા ૧ હજાર એમ કુલ મળીને રૂપિયા ૬ હજાર ચૂકવી આપવાનો સખત આદેશ કર્યો છે, જે સ્થાનિક વેપારીઓ માટે એક મોટો દાખલો બની ગયો છે.

જામનગર વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES