ઉચ્ચ શૈક્ષણિક લાયકાત અને આધુનિક વિચારધારા ધરાવતા વિનીત પટેલે અમદાવાદની જાણીતી જીએલએસ યુનિવર્સિટીમાંથી બીબીએ (BBA) અને ત્યારબાદ મુંબઈની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાંથી એમબીએ (MBA)નો અભ્યાસ પૂર્ણ કર્યો છે. ઉચ્ચ અભ્યાસ બાદ તેમણે પોતાની વ્યવસાયિક સૂઝબૂઝ અને નવીન અભિગમ સાથે બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન ક્ષેત્રે ઝંપલાવ્યું છે. હાલ તેઓ લોર્ડ શિવા ગૃપના માધ્યમથી ગુણવત્તાયુક્ત બાંધકામ અને આધુનિક પ્રોજેક્ટ્સ દ્વારા જામનગરના શહેરી વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપી રહ્યા છે. નાની ઉંમરે જ વ્યવસાયિક ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરનાર વિનીતભાઈ પોતાના સરળ, મિલનસાર અને સેવાભાવી સ્વભાવને કારણે મિત્રવર્તુળ તેમજ બિલ્ડર એસોસિએશનમાં બહોળી લોકચાહના ધરાવે છે. આધુનિક વ્યવસાયની સાથે સાથે તેઓ ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં પણ અગ્રેસર રહે છે. આજે તેમના જન્મદિવસના પાવન અવસરે પરિવારજનો, સ્નેહીજનો, મિત્રવર્તુળ તેમજ શહેરના સામાજિક અને વ્યવસાયિક અગ્રણીઓ તરફથી તેમના મોબાઇલ નંબર +91 90909 00444 પર તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે. તેઓ જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિના શિખરો સર કરે અને નિરામય દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.
જામનગર
જામનગરના પ્રતિષ્ઠિત અને વિશ્વસનીય 'લોર્ડ શિવા ગૃપ'ના યુવા અગ્રણી બિલ્ડર તેમજ પરમ શિવ ભક્ત વિનીતકુમાર અભંગી (વિનીત પટેલ)નો આજે જન્મદિવસ છે. આજે તેમણે જીવનના ૨૨ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી ૨૩મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.
જામનગરના લોર્ડ શિવા ગૃપના યુવા અગ્રણી બિલ્ડર વિનીત પટેલનો આજે જન્મદિવસ
જામનગર વિભાગના વધુ સમાચાર
- જામનગર જિલ્લામાં નાગરિકોના પ્રશ્નોના નિવારણ માટે કલેક્ટરની પહેલ, દબાણ અને વીજળી સહિતના મુદ્દાઓ પર ત્વરિત કાર્યવાહીના આદેશ
- જામનગર મહાનગરપાલિકાની લાલ આંખ: બાકી વેરો ન ભરનાર એક મિલકત સીલ અને બે પાસેથી સ્થળ પર જ વસૂલાત
- જામનગરમાં ચવાણાના પેકેટમાંથી નીકળી તળાયેલી ગરોળી, નગરપાલિકાની ફૂડ શાખાએ સુરેશ ફરસાણ સીલ કર્યું
- એક્સપાયરી ડેટ વહી ગયેલું દૂધ વેચવું ડેરી સંચાલકને મોંઘું પડ્યું, ગ્રાહક ફોરમે ફટકાર્યો દંડ
- જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર રખડતા પશુઓ અને બેફામ વાહનચાલકો બન્યા જીવલેણ
- જામનગર સુરક્ષા મામલો: ૧૫૪ રેડ અને યલો ઝોન વિસ્તારોમાં ડ્રોન ઉડાવવા પર કડક પ્રતિબંધ
