JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

ભારત અને અમેરિકા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર કરાર હવે અંતિમ તબક્કામાં: પિયુષ ગોયલ

ભારત અને અમેરિકા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર કરાર હવે અંતિમ તબક્કામાં: પિયુષ ગોયલ
કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચેનો પ્રસ્તાવિત વેપાર કરાર હવે પૂર્ણ થવાની નજીક છે. લાંબા સમયથી અટવાયેલા માળખાકીય અને અમલીકરણના પ્રશ્નો હવે યોગ્ય આકાર લઈ રહ્યા છે.

દિલ્હી ખાતે યોજાયેલા ‘ઇન્ડિયા ડેબ્ટ કેપિટલ માર્કેટ સમિટ ૨૦૨૬’ને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધિત કરતા કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે દ્વિપક્ષીય વેપાર ક્ષેત્રે મોટાં સમીકરણો બદલાવના સંકેત આપ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરારને આખરી સ્વરૂપ આપવાની પ્રક્રિયા હવે અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે. અગાઉ જે પ્રક્રિયાગત જટિલતાઓ અને માર્ગની અડચણોને કારણે આ કરાર લંબાઈ રહ્યો હતો, તે હવે ઉકેલાઈ રહી છે અને બંને દેશોના પરસ્પર સહયોગથી વાણિજ્યિક સંબંધો વધુ મજબૂત બની રહ્યા છે.

આ પ્રસંગે દેશના મજબૂત આર્થિક પ્રદર્શન પર પ્રકાશ પાડતા મંત્રીએ જણાવ્યું કે સરકારે નીતિગત સુધારાઓ દ્વારા વેપારને પ્રોત્સાહન આપવામાં મોટી સફળતા મેળવી છે. જીએસટી (GST) માળખાને વધુ સરળ બનાવવાથી અને નીચા કરવેરા દર જાળવી રાખવાથી બજારમાં ગ્રાહક વપરાશ અને આર્થિક ગતિવિધિઓ સતત વધી રહી છે, જેનું ઉત્તમ ઉદાહરણ ઓક્ટોબર મહિનામાં સર્વોચ્ચ સ્તરે પહોંચેલું જીએસટી કલેક્શન છે. આ ઉપરાંત, દેશની નિકાસમાં પણ અભૂતપૂર્વ ઉછાળો આવ્યો છે અને એક જ મહિનામાં નિકાસ ૯૦ અબજ ડલરની સપાટી વટાવી ગઈ છે, જે ભૂતકાળમાં કલ્પના બહારની વાત હતી.

અમેરિકા સાથેના વેપાર ઉપરાંત યુરોપિયન યુનિયન સાથેના મુક્ત વેપાર કરાર (FTA) અંગે વાત કરતા તેમણે આશા વ્યક્ત કરી હતી કે ચાલુ વર્ષના અંત સુધીમાં આ કરાર પર હસ્તાક્ષર થઈ જશે અને આવતા વર્ષે માર્ચ અથવા એપ્રિલ સુધીમાં તે અમલમાં આવી જશે. જોકે, અમેરિકા દ્વારા મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની ઓવરકેપેસિટીના મુદ્દે ટેરિફ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે છતાં ભારત પોતાના હિતોને પ્રાથમિકતા આપીને વાટાઘાટો દ્વારા પ્રશ્નો ઉકેલી રહ્યું છે. અમેરિકા હાલ પણ ભારતનું સૌથી મોટું નિકાસ બજાર બની રહ્યું છે અને ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ સાત મહિનામાં જ ભારતની અમેરિકા ખાતેની નિકાસ વધીને ૫૯.૫૨ અબજ ડલર પર પહોંચી છે.

બિઝનેસ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES