JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

જૂનાગઢમાં રૂ. 80 હજારની ઉઘરાણી બાબતે શ્રમજીવી યુવાનની હત્યા કરનાર પિતા-પુત્ર પોલીસના સકંજામાં

જૂનાગઢમાં રૂ. 80 હજારની ઉઘરાણી બાબતે શ્રમજીવી યુવાનની હત્યા કરનાર પિતા-પુત્ર પોલીસના સકંજામાં
જૂનાગઢમાં એંસી હજાર રૂપિયાની લેતી-દેતીના મામલે શ્રમજીવી યુવાનને લચ્છીમાં ઘેનની દવા પાઈને જેતપુરની ભાદર નદીમાં ફેંકી દેનાર પિતા-પુત્રની સી ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

જૂનાગઢમાં મજૂરીકામ કરીને ગુજરાન ચલાવતા ૨૭ વર્ષીય સમીર હનીફભાઈ શેખ નામના યુવાને આરોપી દાઉદ શેખ પાસેથી રૂપિયા ૮૦,૦૦ ગઈ લીધા હતા. આ નાણાંની વારંવાર ઉઘરાણી કરવામાં આવતી હોવા છતાં સમીર પાસે હાલમાં પૈસા ન હોવાથી તે કટકે કટકે રકમ ચૂકવી આપવા માટે કહી રહ્યો હતો. આ બાબતની અદાવત રાખીને પિતા દાઉદ અને તેના પુત્ર સોહિલ હનીફ જમાલ શેખે એક પૂર્વ આયોજિત કાવતરું ઘડ્યું હતું. ગત ૧૬ નવેમ્બરના રોજ સુખનાથ ચોક પાસે આવેલા વણકરવાસ ખાતે કલરકામ કરવાનું કહીને સમીરને પોતાના ઘરે બોલાવવામાં આવ્યો હતો. આ યોજના અનુસાર, પિતા-પુત્રએ લચ્છીમાં ઘેનની દવાના ટુકડા ભેળવીને સમીરને પીવડાવી દીધી હતી, જેના કારણે તે બેભાન થઈ ગયો હતો.

યુવાન બેભાન થઈ જતાં આરોપીઓએ તેની જ કાળીા રંગની એક્ટિવા મોટરસાઇકલનો ઉપયોગ કરીને તેને વચ્ચે બેસાડી દીધો હતો અને રાજકોટ જિલ્લાના જેતપુર નજીક આવેલા પાંચ પીપળા ગામના ભાદર નદીના પુલ પર લઈ ગયા હતા. ત્યાંથી બેભાન અવસ્થામાં જ સમીરને નદીના વહેતા પાણીમાં ફેંકી દઈને આ ક્રૂર પિતા-પુત્રએ તેની હત્યાને અંજામ આપ્યો હતો. આ સમગ્ર ઘટના અંગે મૃતકના નાના ભાઈ દ્વારા જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ગંભીર ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સી ડિવિઝન પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને બંને આરોપીઓને સકંજામાં લીધા હતા.

પોલીસ દ્વારા કરવામાં આવેલી આકરી અને સઘન પૂછપરછ દરમિયાન આરોપી બાપ-દીકરો ભાંગી પડ્યા હતા અને ગુનાની કબૂલાત કરી લીધી હતી. વધુ તપાસમાં એવું પણ બહાર આવ્યું હતું કે મુખ્ય આરોપી દાઉદે પોતાનું મૂળ નામ બદલીને દાઉદ ખાન પઠાણ રાખ્યું હતું અને તેની સામે અગાઉ લૂંટ, મારામારી તથા છેતરપિંડી જેવા છ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. એટલું જ નહીં, વર્ષ ૨૦૨૦માં ગોંડલના વેકરીયા ગામે તેના સાળાને પણ પુલ ઉપરથી પાણીમાં ફેંકીને ડૂબાડી દીધા હોવાનું ખૂલવા પામ્યું છે, જે દિશામાં પોલીસે વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES