JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

રાજકોટમાં કોડીનારના યુવાનનો આપઘાત: આઠ મહિનાની માસૂમ દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી

રાજકોટમાં કોડીનારના યુવાનનો આપઘાત: આઠ મહિનાની માસૂમ દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી
રાજકોટના કાલાવડ રોડ પર રહેતા ૨૭ વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. આ હૃદયદ્રાવક ઘટનાથી સમગ્ર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને પોલીસે આ મામલે સઘન તપાસ શરૂ કરી છે.

રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા રંગોલી પાર્ક હાઉસિંગ બોર્ડ ક્વાર્ટરમાં રહેતા અને મૂળ કોડીનારના વતની રિયાઝ યુસુફભાઇ શેખ નામના ૨૭ વર્ષીય યુવાને ગતરાત્રે આત્મહત્યા કરી લીધી હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. કેટરિંગનું કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા રિયાઝે રાત્રે અંદાજે સાડા ત્રણ વાગ્યાના સુમારે પોતાના જ ઘરે આત્યંતિક પગલું ભરી લીધું હતું. મોડી રાત્રે બનેલી આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

ઘટનાની વિગતો અનુસાર, રાત્રિના સમયે રિયાઝની પત્ની અચાનક જાગી જતાં તેમણે પતિને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોયા હતા, જેના કારણે તેમનાથી ગ્હાદી ચીસ નીકળી ગઈ હતી. પત્નીના દેકારા અને રડવાનો અવાજ સાંભળીને આસપાસના પડોશીઓ તુરંત જ દોડી આવ્યા હતા અને સમગ્ર માનીની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી. માહિતી મળતા જ તાલુકા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરી હતી.

મૂળ કોડીનારના અને ત્રણ ભાઈ તથા એક બહેનમાં બીજા નંબરના એવા રિયાઝના અચાનક ચાલ્યા જવાથી પરિવારમાં ભારે આઘાત સર્જાયો છે, વિશેષ કરીને તેમની આઠ મહિનાની માસૂમ દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી દેતા સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ છે. યુવાને કયા સંજોગોમાં કે કેવા માનસિક દબાણ હેઠળ આવીને આ પગલું ભર્યું તે હજુ સુધી અકબંધ છે. હાલ તો પોલીસે અકસ્માતે મોત સહિતની વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરીને પરિવારના સભ્યો અને આસપાસના લોકોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES