JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

ઝારખંડમાં પત્નીઓની સતત લડાઈથી કંટાળી બે સગા ભાઈઓએ કરી નાખી હત્યા, લાશોને જંગલમાં દાટી દીધી

ઝારખંડમાં પત્નીઓની સતત લડાઈથી કંટાળી બે સગા ભાઈઓએ કરી નાખી હત્યા, લાશોને જંગલમાં દાટી દીધી
ઝારખંડના ગુમલા જિલ્લામાં પત્નીઓની આપસની બબાલથી કંટાળેલા બે સગા ભાઈઓએ કુહાડીથી ઘાતકી હત્યા કરી લાશ લાવા માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ કર્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ આ હચમચાવનારા ગુનાનો ભેદ ઉકેલીને પતિઓ અને માતા-પિતા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

ઝારખંડના ગુમલા જિલ્લામાંથી એક અત્યંત ચોંકાવનારી અને ક્રૂર ઘટના સામે આવી છે, જ્યાં ઘરકંકાસ અને પત્નીઓની સતત લડાઈથી કંટાળીને બે સગા ભાઈઓએ પોતાના જ હાથે પોતાના સંસારને ઉજડી નાખ્યો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્ય આરોપી શિવ શંકર સાહુ, જે વ્યવસાયે એમ્બ્યુલન્સ ડ્રાઈવર છે અને તેનો ભાઈ નવીન સાહુ પોતાની પત્નીઓ મિની પ્રિયા (ઉંમર ૨૮ વર્ષ) અને રાધિકા કુમારી (ઉંમર ૨૦ વર્ષ) વચ્ચેના લાંબા સમયથી ચાલતા ઝઘડાથી અત્યંત પરેશાન થઈ ગયા હતા. જો કે, આશ્ચર્યજનક વાત તો એ છે કે હત્યાના માત્ર બે દિવસ પહેલા જ બંને મહિલાઓ વચ્ચે સમાધાન થઈ ગયું હતું, પરંતુ પતિઓનો ગુસ્સો શમ્યો નહોતો અને તેમણે આ પિશાચ જેવું પગલું ભરવાનો ખતરનાક પ્લાન બનાવી લીધો હતો.

ગત સોમવારે આ બંને ભાઈઓએ પોતાની જ પત્નીઓની ઘાતકી હત્યા કરી નાખી હતી અને પુરાવા છુપાવવા માટે ભારે ચાલાકી વાપરી હતી. શિવ શંકર ડ્રાઈવર હોવાથી તેણે પોતાના પત્નીઓના શબને ઠેકાણે લગાવવા માટે પોતાની જ એમ્બ્યુલન્સનો દુરુપયોગ કર્યો હતો. તેઓ બંને મૃતદેહોને ગુમલાથી અડોશપડોશના સિમડેગા જિલ્લાના એક સૂમસામ જંગલમાં લઈ ગયા અને ત્યાં ઊંડો ખાડો ખોદીને લાશોને ગુપ્ત રીતે દાટી દીધા હતા. મંગળવારે જ્યારે પોલીસ સમક્ષ પત્નીઓ ગુમ થયાની વાત કરવામાં આવી, ત્યારે શરૂઆતમાં આ આરોપીઓએ પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો કે તેમની પત્નીઓ કોઈને કહ્યા વગર ક્યાંક ચાલી ગઈ છે. પરંતુ પોલીસની કડક પૂછપરછ અને ટેકનિકલ સર્વેલન્સ આગળ આ ભાઈઓ વધુ સમય ટકી શક્યા નહીં અને આખરે તેમણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો.

પોલીસે આરોપીઓની નિશાનદેહી પરથી જંગલમાંથી બંને મહિલાઓના સડેલા મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે તેમજ હત્યામાં વપરાયેલી કુહાડી અને લાશ હેરફેર માટે ઉપયોગમાં લેવાયેલી એમ્બ્યુલન્સને પણ જપ્ત કરી લીધી છે. આ ભયાનક અપરાધમાં માત્ર પતિઓ જ નહીં, પરંતુ તેમના માતા-પિતા સમેશ્વર સાહુ અને તિલેશ્વરી દેવીની પણ સંડોવડ બહાર આવતા પોલીસે સમગ્ર પરિવાર સામે કાયદાકીય શિકંજો કસ્યો છે. એક સામાન્ય કૌટુંબિક વિવાદ કેવી રીતે મોંઘી ખુવારી અને જેલના સળિયા પાછળ પહોંચાડી શકે છે તેનું આ એક ઉત્તમ અને દુઃખદ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES