JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
લાઈફસ્ટાઈલ

દાહોદમાં બદલાયો ફિટનેસ ટ્રેન્ડ: દેશી અખાડા વિસરાયા, આધુનિક જીમ બન્યા યુવાનોની પહેલી પસંદ

દાહોદમાં બદલાયો ફિટનેસ ટ્રેન્ડ: દેશી અખાડા વિસરાયા, આધુનિક જીમ બન્યા યુવાનોની પહેલી પસંદ
શિયાળાની મોસમમાં દાહોદ શહેરમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધી છે, જ્યાં પરંપરાગત દેશી અખાડા ભૂતકાળ બની ગયા છે અને હજારો રૂપિયાના ખર્ચે ચાલતા આધુનિક જીમમાં યુવક-યુવતીઓ તંદુરસ્તી જાળવવા ઉમટી રહ્યા છે.

આજના ફાસ્ટ ફૂડ અને દોડધામ ભરેલા યુગમાં માનવી પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેધ્યાન બન્યો છે, જેના કારણે અનેક લોકો રોગોનો ભોગ બનીને દવાના સહારે જીવવા મજબૂર બન્યા છે. જોકે, સ્વાસ્થ્ય માટે ઉત્તમ ગણાતી શિયાળાની ઋતુમાં દાહોદવાસીઓમાં તંદુરસ્તી પ્રત્યેનો ઉત્સાહ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. વહેલી સવારે મોર્નિંગ વોક, રનિંગ અને સાયકલિંગ કરતા શહેરીજનોની ભીડથી રસ્તાઓ ધમધમે છે, જે દર્શાવે છે કે લોકો હવે પોતાના ફિઝિકલ વેલનેસને લઈને વધુ સભાન બન્યા છે.

આ બદલાતા સમય સાથે ફિટનેસ મેળવવાની રીતોમાં પણ આમૂલ પરિવર્તન આવ્યું છે. વર્ષો પહેલા દાહોદ શહેરમાં બારેમાસ ધમધમતા દેશી અખાડાઓમાં યુવાનો દંડ બેઠક અને કુસ્તી દ્વારા કસરત કરતા હતા, જે આજે સંપૂર્ણપણે લુપ્ત થઈ ગયા છે. અખાડાનું સ્થાન હવે આધુનિક અને મોંઘા જીમ્નેશિયમે લઈ લીધું છે. શહેરમાં જીમની સંખ્યા સતત વધી રહી છે અને તેમાં ઉપલબ્ધ અત્યાધુનિક સાધનો તેમજ પ્રોફેશનલ ટ્રેનર્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

આધુનિક ફિટનેસ કલ્ચરમાં યુવાનો 'સિક્સ પેક્સ' એબ્સ બનાવવા અને યુવતીઓ પોતાનું ફિગર મેન્ટેન રાખવા માટે હજારો રૂપિયાનો ખર્ચ કરવા તૈયાર છે. જીમ કલ્ચરની આ દોડમાં માત્ર કસરત જ નહીં, પરંતુ ડાયેટ પ્લાન અને પ્રોટીન સપ્લીમેન્ટ્સ પણ જીવનશૈલીનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયા છે. પરંપરાગત કસરતો પાછળનું દેશી આકર્ષણ ઓસર્યું છે, પરંતુ તંદુરસ્ત રહેવાની ઘેલછા દાહોદના યુવા વર્ગમાં પહેલા કરતાં વધુ તીવ્ર બની છે.

લાઈફસ્ટાઈલ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES