JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
કાનૂની ક્રાઈમ

આમ્રપાલી ગ્રુપના કોર્ટ રિસીવર પદથી મુક્ત થવા એટર્ની જનરલની સુપ્રીમ કોર્ટમાં અપીલ

આમ્રપાલી ગ્રુપના કોર્ટ રિસીવર પદથી મુક્ત થવા એટર્ની જનરલની સુપ્રીમ કોર્ટમાં અપીલ
દેશના એટર્ની જનરલ આર. વેંકટરમાનીએ આમ્રપાલી સંપત્તિના રિસિવર તરીકેના કામના ભારે બોજ અને ફ્લેટ ધારકોની રોજિંદી ફરિયાદોથી કંટાળીને પદ છોડવાની મંજૂરી માંગી છે, જોકે સુપ્રીમ કોર્ટે તેમને વર્ષ ૨૦૩૦ સુધી આ જવાબદારી નિભાવવાનો આગ્રહ કર્યો છે.

દિલ્હીના ચર્ચાસ્પદ આમ્રપાલી ગ્રુપના પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલા વિવાદોમાં રોજ નવા વળા્કો આવી રહ્યા છે, ત્યારે હવે દેશના સર્વોચ્ચ કાનૂની અધિકારી એવા એટર્ની જનરલ આર. વેંકટરમાનીએ આ કેસમાં એક અનોખી મુશ્કેલી રજૂ કરી છે. આમ્રપાલી ગ્રુપની સંપત્તિઓના કોર્ટ રિસીવર તરીકે જવાબદારી સંભાળી રહેલા વેંકટરમાનીએ પોતાના કામના વધતા ભાર અને તેનાથી ઊભી થતી માનસિક પરેશાનીથી તંગ આવીને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. તેમણે કોર્ટ સમક્ષ અરજી કરીને આ પદથી મુક્ત થવાની પરવાનગી માંગી છે જેથી તેઓ રાહત અનુભવી શકે.

આ મામલે સુપ્રીમ કોર્ટ સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરતા એટર્ની જનરલે જણાવ્યું હતું કે, ફ્લેટ ખરીદનારા સામાન્ય નાગરિકો તેમને મોડી રાત્રે ફોન કરીને નળમાં પાણી ન આવવા જેવી નાની-નાની બાબતોની ફરિયાદો કરે છે, જેના કારણે તેઓ અત્યંત પરેશાન થઈ ગયા છે. આ અસામાન્ય સ્થિતિને ધ્યાનમાં રાખીને ન્યાયમૂર્તિ જે.બી. પારદીવાલા અને ન્યાયમૂર્તિ વિનોદ ચંદ્રનની બેન્ચે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ક્યારેક જીવનમાં એવા કામો પણ કરવા પડે છે જે કરવા આપણને ગમતા નથી, પરંતુ આ જનહિતનું કાર્ય છે જે આપણે આ ઘર ખરીદનારા લાચાર ગ્રાહકો માટે જ કરી રહ્યા છીએ.

સુપ્રીમ કોર્ટે એટર્ની જનરલને આશ્વાસન આપતા આગ્રહ કર્યો હતો કે તેઓ કમ સે કમ વર્ષ ૨૦૩૦ સુધી આ મહત્ત્વની જવાબદારીમાંથી પીછેહઠ ન કરે અને થોડો વધુ સમય ફાળવે જેથી આ જટિલ સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકાય. બેન્ચે તેમને ભરોસો અપાવ્યો હતો કે ટૂંક સમયમાં જ તમામ સમસ્યાઓનું યોગ્ય સમાધાન કરી દેવામાં આવશે અને હવેથી કોઈ પણ ઘર ખરીદનાર તેમને સીધો ફોન કરીને પરેશાન નહીં કરે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૭થી સુપ્રીમ કોર્ટ આમ્રપાલી ગ્રુપના સેંકડો ઘર ખરીદનારાઓની સુરક્ષા અને હિતોની રક્ષા માટે આ મામલે સતત સુનાવણી કરી રહી છે.

કાનૂની ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES