JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સ્પોર્ટ્સ

૨૦૧૮ના સેન્ડપેપરગેટ વિવાદ પર કેમેરોન બેન્ક્રોફ્ટનો મોટો ખુલાસો, આખી ઓસ્ટ્રેલિયન ટીમ અને કોચિંગ સ્ટાફ હોવાની કબૂલાત

૨૦૧૮ના સેન્ડપેપરગેટ વિવાદ પર કેમેરોન બેન્ક્રોફ્ટનો મોટો ખુલાસો, આખી ઓસ્ટ્રેલિયન ટીમ અને કોચિંગ સ્ટાફ હોવાની કબૂલાત
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનર કેમેરોન બેન્ક્રોફ્ટે ૨૦૧૮ના બોલ-ટેમ્પરિંગ વિવાદ પર મૌન તોડતા દાવો કર્યો છે કે આ પ્રકરણમાં માત્ર ત્રણ નહીં પરંતુ સમગ્ર ઓસ્ટ્રેલિયન ટીમ અને કોચિંગ સ્ટાફ સામેલ હતો. તેમણે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની તપાસ દરમિયાન સાથી ખેલાડીઓને બચાવવા માટે સત્ય છુપાવ્યું હોવાની પણ કબૂલાત કરી છે.

વર્ષ ૨૦૧૮માં દક્ષિણ આફ્રિકા સામેની કેપટાઉન ટેસ્ટ મેચ દરમિયાન બોલ સાથે છેડછાડ કરવાના મામલાએ ક્રિકેટ જગતમાં ભારે હોબાળો મચાવ્યો હતો. આ વિવાદમાં અત્યાર સુધી માત્ર કેમેરોન બેન્ક્રોફ્ટ, સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરને જ દોષી ગણવામાં આવ્યા હતા અને તેમના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ હવે બેન્ક્રોફ્ટે એક લેખના માધ્યમથી સનસનીખેજ ખુલાસો કર્યો છે કે સેન્ડપેપરના ઉપયોગ વિશે માત્ર આ ત્રણેય ખેલાડીઓ જ નહીં, પરંતુ સમગ્ર ઓસ્ટ્રેલિયન ટીમ જાણતી હતી. તેમણે સ્વીકાર્યું છે કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) ની તત્કાલીન તપાસ વખતે તેમણે સાથી ખેલાડીઓ અને બોર્ડને બચાવવા માટે ઘણા મહત્વપૂર્ણ અને સાચા તથ્યો છુપાવ્યા હતા.

બેન્ક્રોફ્ટના જણાવ્યા અનુસાર, ફાસ્ટ બોલર્સ પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ અને મિચેલ માર્શ તેમજ વિકેટકીપર ટિમ પેઈન સાથે બોલની સ્થિતિ અને રિવર્સ સ્વિંગ અંગે નિયમિત ચર્ચાઓ થતી હતી. બોલરો તરફથી મળતા ફીડબેકના આધારે જ તેઓ સેન્ડપેપરનો વધુ ઉપયોગ કરતા હતા એટલું જ નહીં, તત્કાલીન બોલિંગ કોચ ડેવિડ સેકરે પણ તેમને પ્રોત્સાહન આપ્યું હતું. ડ્રેસિંગ રૂમમાં આ યોજના વિશે ચર્ચા થઈ હતી અને મુખ્ય કોચ ડારેન લેહમેન પણ ત્યાં હાજર હતા. ઝડપી બોલરે એવો પણ આક્ષેપ કર્યો છે કે કેપટાઉનમાં પકડાઈ ગયા બાદ ટીમ સ્ટાફ દ્વારા તેમને ખોટું બોલવા માટે દબાણ કરવામાં આવ્યું હતું જેથી સમગ્ર પરિસ્થિતિ પર કાબૂ મેળવી શકાય.

ઓસ્ટ્રેલિયાના વર્તમાન કેપ્ટન પેટ કમિન્સ દ્વારા તાજેતરમાં ઉસ્માન ખ્વાજાના દાવાઓને ફગાવીને આપેલા નિવેદનથી બેન્ક્રોફ્ટને ભારે આઘાત લાગ્યો હતો, જેના કારણે તેમણે આ માખે ખુલાસો કરીને સત્ય બહાર લાવવાનો નિર્ણય કર્યો છે. પોતાના પર સમગ્ર ટીમનો 'સ્કેપગોટ' (બલિનો બકરો) બનવાનો આરોપ મૂકતા તેમણે જણાવ્યું કે તેઓ લાંબા સમયથી એકલતા અને દગો અનુભવી રહ્યા હતા. બીજી તરફ, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ પુરાવાઓ અને વિવાદની પુનઃ સમીક્ષા કરવા માટે એક સ્વતંત્ર ફોરમની રચના કરવાની જાહેરાત કરી છે, જેનાથી આગામી દિવસોમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં મોટા રાજકીય અને પ્રશાસનિક બદલાવો જોવા મળી શકે છે.

સ્પોર્ટ્સ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES