JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

પર્શિયન ગલ્ફમાં ભારતીય જહાજો પર વધતા જોખમને લઈ કેન્દ્ર સરકાર એલર્ટ, શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલે આપ્યા કડક નિર્દેશ

પર્શિયન ગલ્ફમાં ભારતીય જહાજો પર વધતા જોખમને લઈ કેન્દ્ર સરકાર એલર્ટ, શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલે આપ્યા કડક નિર્દેશ
પર્શિયન ગલ્ફ અને હોર્મુઝની ખાડીમાં ભારતીય નાવિકો ધરાવતા જહાજો પર થઈ રહેલા હુમલાને પગલે કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલે મેરિટાઇમ રેગ્યુલેટરને હાઇ એલર્ટ પર રહેવા અને સુરક્ષા વધારવા કડક આદેશ આપ્યા છે.

તાજેતરમાં પર્શિયન ગલ્ફ અને હોર્મુઝની આસપાસના દરિયાઈ વિસ્તારોમાં ભારતીય ખાલાસીઓ અને ક્રૂ મેમ્બર્સ ધરાવતા કોમર્શિયલ જહાજો પર મિસાઈલ અને પ્રોજેક્ટાઈલ હુમલાની ઘટનાઓમાં અચાનક વધારો જોવા મળ્યો છે. ગત ૧૦ થી ૧૮ નવેમ્બર વચ્ચે આવા ઓછામાં ઓછા પાંચ ગંભીર બનાવો સામે આવ્યા છે, જેમાં કેટલાક ભારતીય નાવિકો ઇજાગ્રસ્ત થયા છે, એક નાવિક લાપતા છે અને જહાજોને ભારે નુકસાન પહોંચ્યું છે. આ ચિંતાજનક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલે ગુરુવારે દિલ્હી ખાતે એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી અને સુરક્ષા વ્યવસ્થાની આકરીી સમીક્ષા કરી હતી.

આ બેઠક દરમિયાન મંત્રી સોનોવાલે ડિરેક્ટોરેટ જનરલ ઓફ મેરિટાઇમ એડમિનિસ્ટ્રેશન (DGMA) ને સ્પષ્ટ સૂચના આપી છે કે તેઓ અતિ-જોખમી વિસ્તારોમાં વૉચ અને સર્વેલન્સ સઘન બનાવે, સમયસર સુરક્ષા સલાહકારો (સિક્યુરિટી એડવાઈઝરી) જારી કરે અને નાવિકોને સંભવિત જોખમો તથા સાવચેતીના પગલાં અંગે માહિતગાર કરે. આ ઉપરાંત, ભારતીય નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે શિપિંગ કંપનીઓ અને જહાજ ઓપરેટરો સાથે નિયમિત સંકલન અને વાતચીત જાળવી રાખવા પણ તાકીદ કરવામાં આવી છે. કટોકટીની કોઈપણ સ્થિતિમાં ભારતીય જહાજો અને નાવિકોને ત્વરિત સહાય મળી રહે તે માટે વિદેશ મંત્રાલય, ભારતીય રાજદ્વારી મિશનો અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ સાથે પણ ચુસ્ત સંકલન રાખવા આદેશ અપાયો છે.

વર્તમાન સમયમાં પર્શિયન ગલ્ફમાં ૧૬૧ ભારતીય નાવિકો સાથેના ૯ જહાજો અને રેડ સીમાં ૨૧૦ નાવિકો સાથેના ૮ જહાજો સક્રિય રીતે કાર્યરત છે. સરકારની આંતરિક વ્યવસ્થા અંતર્ગત એક ખાસ લાઈવ ડેશબોર્ડ દ્વારા ઉચ્ચ જોખમ ધરાવતા ક્ષેત્રોમાં ૧,૨૦૦ થી વધુ જહાજો અને અંદાજે ૯,૫૦૦ ભારતીય નાવિકોની ગતિવિધિઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં પર્શિયન ગલ્ફમાં ૧૦૪ ઘટનાઓ નોંધાઈ છે જેમાં ૧૨ ભારતીયોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે બ્લેક સી વિસ્તારમાં ૩૭ ઘટનાઓમાં ૫ ભારતીય નાવિકોના મોત થયા છે, જે દરિયાઈ સુરક્ષા ક્ષેત્રે એક ગંભીર પડકાર સમાન છે.

દેશ-વિદેશ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES