'બિગ બોસ 20' ના 'વીકેન્ડ કા વાર' એપિસોડમાં સલમાન ખાને ધમાકેદાર પુનરાગમન કરતા જ શોના કન્ટેસ્ટન્ટ અને જાણીતા યુટ્યુબર-ગેમર 'સ્કાઉટ ઓપી' (તન્મય સિંહ) ની ધોલાઈ કરી નાખી હતી. પંજાબી અભિનેત્રી લવ ગિલ સાથેના તેના 'ભાઈ-બહેન' જેવા સંબંધોના દાવા છતાં ચાદરની અંદર કરવામાં આવતી 'મસાજ' અને નિકટતાના વિવાદ પર સલમાને સીધા સવાલો ઉઠાવ્યા હતા. નેશનલ ટેલિવિઝન પર સ્કાઉટના બેવડા વ્યક્તિત્વનો પર્દાફાશ કરતા સલમાને અત્યંત આક્રમક અંદાજમાં કહ્યું હતું કે આ શોમાં 'બહેન' શબ્દ જાણે કોઈ શ્રાપ બની ગયો હોય તેમ લાગી રહ્યું છે.
આ સમગ્ર વિવાદની પૃષ્ઠભૂમિમાં અગાઉના વીકેન્ડ કા વારમાં ફિલ્મ દિગ્દર્શક રોહિત શેટ્ટી અને સ્કાઉટની ગર્લફ્રેન્ડ કાશવી હીરાનંદાની દ્વારા પણ આ મુદ્દો ઉછાળવામાં આવ્યો હતો. કાશવીએ શોમાં આવીને લવ ગિલ પર સ્કાઉટને ભાવનાત્મક રીતે ફસાવવાનો આરોપ મૂક્યો હતો અને સ્કાઉટને તેનાથી દૂર રહેવા કહ્યું હતું. તે સમયે પોતાના ચારિત્ર્ય પર સવાલ ઉઠતા લવ ગિલ રડી પડી હતી, પરંતુ સ્કાઉટ પોતાની મિત્ર ગણાતી લવના પક્ષમાં ઊભો રહી શક્યો ન હતો અને બધો દોષ તેના પર ઢોળી દીધો હતો, જેણે માહોલ વધુ ગરમાવ્યો હતો.
સલમાન ખાને સ્કાઉટને અરીસો બતાવતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તે કોઈનો વફાદાર નથી અને પોતાની ગર્લફ્રેન્ડની સામે મિત્રનો બચાવ કરવાની હિમ્મત પણ ન દાખવી શક્યો. સલમાને સ્કાઉટને આડે હાથ લેતા કડક શબ્દોમાં કહ્યું હતું કે જો તેણે માત્ર મનોરંજન કે રિઝવવા માટે ખોટા વાયદા કર્યા હોય અને મર્યાદાઓ ઓળંગી હોય, તો તેનાથી હલકો માણસ બીજો કોઈ નથી. સલમાને આડેહાથ લેતા સમજાવ્યું કે પોતાના અંગત સ્વાર્થ ખાતર કે મુશ્કેલીમાંથી બચવા માટે અન્ય વ્યક્તિના ચારિત્ર્ય પર આંગળી ઉઠાવવી અને પછી દોષ બીજા પર મઢવો ક્યારેય ચલાવી લેવામાં આવશે નહીં.
