JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

મત ચોરીના મુદ્દે સંસદમાં ચર્ચા કરવા અમીત શાહનો રાહુલ ગાંધી અને અખિલેશ યાદવને ખુલ્લો પડકાર

Oct 30, 2026 | 18:45 | By JAMNAGAR MIRROR
મત ચોરીના મુદ્દે સંસદમાં ચર્ચા કરવા અમીત શાહનો રાહુલ ગાંધી અને અખિલેશ યાદવને ખુલ્લો પડકાર
કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે વિપક્ષી નેતાઓ દ્વારા ઉઠાવવામાં આવેલા ચૂંટણી અનિયમિતતાના આરોપોને ફગાવી દીધા છે. તેમણે ભાજપની ચૂંટણી જીતનો ઉલ્લેખ કરી વિપક્ષને સંસદના વિશેષ સત્રમાં આ મુદ્દે ચર્ચા કરવા માટે પડકાર ફેંક્યો છે.

લખનઉ ખાતે એક જાહેરસભાને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના વમુખી અખિલેશ યાદવ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે હરિયાણા, મહારાષ્ટ્ર, બિહાર અને દિલ્હી સહિતના રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી જીતનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે વિપક્ષી ગઠબંધનને હવે એ વાતનો અહેસાસ થઈ ચૂક્યો છે કે તેઓ લોકતાંત્રિક રીતે ક્યારેય ચૂંટણી જીતી શકે તેમ નથી. ચૂંટણીમાં પોતાની સતત હાર છુપાવવા માટે જ વિપક્ષી નેતાઓ દ્વારા 'મત ચોરી' અને ઇવીએમ કે ચૂંટણી પ્રક્રિયામાં અનિયમિતતાના પાયાવિહોણા મુદ્દાઓ ઉછાળવામાં આવી રહ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું.

ગૃહમંત્રીએ વિપક્ષી નેતાઓની માનસિકતા પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે જ્યારે કોઈ ટીમ મેચ હારી જાય છે ત્યારે તેણે વધુ મહેનત કરવાની જરૂર હોય છે, પરંતુ 'રાહુલ બાબા' અને અખિલેશ યાદવ હાર સ્વીકારવાને બદલે 'અમ્પાયર પર ધોખાબાજી' નો આરોપ લગાવી રહ્યા છે. 'ઇન્ડિયા' ગઠબંધનના આ નેતાઓ જનતા સમક્ષ ખોટી માન્યતાઓ ફેલાવીને માત્ર રાજકીય રોટલો શેકવા માગે છે. અમીત શાહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે વિપક્ષ પાસે વાસ્તવમાં સંસદની અંદર આ ગંભીર મુદ્દે ચર્ચા કરવાની કોઈ ઈચ્છાશક્તિ જ નથી, કારણ કે તેઓ માત્ર ગૃહનું કામકાજ અટકાવીને અરાજકતા ફેલાવવામાં માને છે.

આક્રમક વલણ અપનાવતા અમીત શાહે રાહુલ ગાંધી અને અખિલેશ યાદવને પડકાર ફેંક્યો હતો કે ભાજપ આ મુદ્દે સંસદમાં ચર્ચા કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે અને પાર્ટી પાસે છુપાવવા જેવું કંઈ નથી. તેમણે સરકાર વતી સંસદનું વિશેષ સત્ર બોલાવવાની તૈયારી પણ દર્શાવી હતી જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે. બીજી બાજુ, વિપક્ષી ગઠબંધન દ્વારા દિલ્હીના રામલીલા મેદાન ખાતે યોજાનાર વિરોધ પ્રદર્શનને ખરાબ હવામાન અને વરસાદને કારણે મોકૂફ રાખવામાં આવ્યું છે, ત્યારે ગૃહમંત્રીના આ ખુલ્લા પડકારે રાજકીય મોરચે ગરમાવો લાવી દીધો છે.

LATEST ARTICLES