JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
JAMNAGAR

લાલપુરના આરબલુસમાંથી બોગસ તબીબ ઝડપાયો, પશ્ચિમ બંગાળનો શખ્સ વગર ડિગ્રીએ ચલાવતો હતો દવાખાનું

Oct 30, 2026 | 18:05 | By JAMNAGAR MIRROR
લાલપુરના આરબલુસમાંથી બોગસ તબીબ ઝડપાયો, પશ્ચિમ બંગાળનો શખ્સ વગર ડિગ્રીએ ચલાવતો હતો દવાખાનું
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના આરબલુસ ગામ પાસેથી વગર ડિગ્રીએ મેડિકલ પ્રેક્ટિસ કરતા બોગસ તબીબને પોલીસે ઝડપી પાડ્યો છે. પશ્ચિમ બંગાળના આ શખ્સના દવાખાનામાંથી તબીબી સાધનો અને દવાઓ જપ્ત કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના આરબલુસ ગામ નજીક આવેલી આઠ નંબરની લેબર કોલોની સામેના માર્કેટમાં એક શખ્સ દ્વારા કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી કે સત્તાવાર લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવવામાં આવી રહ્યું હોવાની ચોક્કસ બાતમી લાલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરબલુસ સ્થિત તે કહેવાતા દવાખાના પર દરોડો પાડ્યો હતો અને સ્થળ પર તપાસ હાથ ધરી હતી.

પોલીસ તપાસ દરમિયાન પકડાયેલા શખ્સની પૂછપરછ કરતા તેની ઓળખ મૂળ પશ્ચિમ બંગાળના નદીયા જિલ્લાના વતની અને હાલ આરબલુસ ગામે જ રહેતા ઉદયન અધીર બીશ્વાસ (ઉ.વ.પ૪) તરીકે થઈ હતી. પોલીસે જ્યારે તેની પાસે તબીબી પ્રેક્ટિસ કરવા માટેની ડિગ્રી કે પ્રમાણપત્રની માંગણી કરી ત્યારે તે કોઈપણ આધાર કે ડિગ્રી રજૂ કરી શક્યો ન હતો. આ શખ્સ સામાન્ય અને બીમાર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરીને ગેરકાયદેસર રીતે દર્દીઓની સારવાર કરતો હોવાનું સ્પષ્ટપણે સાબિત થયું હતું.

પોતે કોઈ ડોક્ટર કે તબીબ ન હોવા છતાં લોકોના જીવન અને શારીરિક સલામતી જોખમાય તેવું જોખમી કૃત્ય આચરવા બદલ લાલપુર પોલીસ મથકના કર્મચારી ડી.આર. ભીંભાએ ખુદ ફરિયાદી બનીને આ બોગસ તબીબ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. પોલીસે તેના કહેવાતા દવાખાનામાંથી ઉપયોગમાં લેવાતા વિવિધ તબીબી સાધનો અને દવાઓનો જથ્થો કબજે કરી લીધો છે અને આ દિશામાં વધુ સઘન તપાસ શરૂ કરી છે.

LATEST ARTICLES