JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
JAMNAGAR

Gir Somnath News: 2 સગીરાઓના ધર્મપરિવર્તન અને લગ્નનો પ્રયાસ, 3 આરોપી ઝડપાયા

Oct 30, 2026 | 16:50 | By JAMNAGAR MIRROR
Gir Somnath News: 2 સગીરાઓના ધર્મપરિવર્તન અને લગ્નનો પ્રયાસ, 3 આરોપી ઝડપાયા
Gir Somnath News: 2 સગીરાઓના ધર્મપરિવર્તન અને લગ્નનો પ્રયાસ, 3 આરોપી ઝડપાયા

ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના એક ગ્રામ્ય અને એક શહેરી વિસ્તારમાંથી 2 સગીરાઓ રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગઈ હતી. પરિવારજનોની ફરિયાદના આધારે કોડીનાર પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ ટીમોએ વિસ્તારના 100થી વધુ CCTV ફૂટેજ તપાસ્યા હતા અને ટેકનિકલ સર્વેલન્સ હાથ ધર્યું હતું. સર્વેલન્સ દરમિયાન સગીરાઓનું છેલ્લું લોકેશન મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં આવેલા ઉનાવા ગામે મળતા પોલીસ ચમકી હતી.

ઉનાવાની દરગાહમાંથી સગીરાઓની શોધખોળ

લોકેશન ટ્રેસ થતાં જ કોડીનાર પોલીસની એક વિશેષ ટીમ તાત્કાલિક મહેસાણાના ઉનાવા પહોંચી હતી. ત્યાં સ્થાનિક પોલીસને સાથે રાખીને પ્રખ્યાત મીરા દાતાર દરગાહમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન દરગાહ પરિસરમાંથી બંને સગીરાઓ બુરખો પહેરેલી શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. પોલીસ બંને સગીરાઓને દરગાહમાંથી મુક્ત કરાવીને સુરક્ષિત રીતે કોડીનાર પરત લાવવામાં સફળ રહી હતી.

પોલીસ કાઉન્સેલિંગમાં ચોંકાવનારા ખુલાસા

કોડીનાર લાવ્યા બાદ મહિલા પોલીસ અને કાઉન્સેલર્સ દ્વારા બંને સગીરાઓની પૂછપરછ અને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. કાઉન્સેલિંગ દરમિયાન અત્યંત ગંભીર વિગતો સામે આવી હતી.

  • ધર્મ પરિવર્તનનો પ્રયાસ: સગીરાઓને 3 દિવસ સુધી દરગાહમાં રાખીને કલમા પઢાવવામાં આવ્યા હતા અને ધર્મ પરિવર્તનનો પ્રયાસ કરાયો હતો.
  • ઓળખ બદલવી: બંનેને બુરખો પહેરાવી દેવાયો હતો અને એક સગીરાનું નામ બદલીને 'કાજી નાયરા' રાખી દેવામાં આવ્યું હતું.
  • નાની વયે લગ્નની પેરવી: એક સગીરાના લગ્ન એક 16 વર્ષના કિશોર સાથે કરાવી દેવાનું કાવતરું રચાયું હતું.
  • ટ્રેકિંગ ટાળવા કાવતરું: સગીરાઓ ટ્રેન દ્વારા વેરાવળ અને ગાંધીનગર થઈને ઉનાવા પહોંચી હતી. આ દરમિયાન આરોપીઓએ બંનેના ફોનમાંથી સિમકાર્ડ કાઢીને તોડી નાખ્યા હતા, જેથી પરિવાર કે પોલીસ લોકેશન ટ્રેસ ન કરી શકે.

4 સામે ગુનો દાખલ, 3 આરોપીઓની ધરપકડ

સમગ્ર કાવતરાનો પર્દાફાશ થયા બાદ કોડીનાર પોલીસે 4 શંકાસ્પદ વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

  • અબ્દુલ હાજી સંધિ (રહે. કોડીનાર) - ધરપકડ કરાઈ
  • આસિફ કવાલી ઉર્ફે કવાલી (રહે. ઉનાવા, દરગાહનો મૌલવી) - ધરપકડ કરાઈ
  • શાકિબ ઉર્ફે બબલી (રહે. ઉનાવા) - ધરપકડ કરાઈ
  • નિસાદ કાજી (રહે. ધોરાજી) - હાલ ફરાર

પોલીસે 4 માંથી 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે ધોરાજીનો આરોપી નિસાદ કાજી હાલ પોલીસ પકડથી દૂર છે.

આગળની પોલીસ તપાસ અને કાર્યવાહી

પોલીસ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યા અનુસાર, ઉનાવાની દરગાહમાં સક્રિય આરોપી આસિફ કવાલી અધિકૃત મૌલવી છે કે કેમ તે અંગેની પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત, આ રેકેટમાં અન્ય કોઈ સંસ્થા કે વ્યક્તિ સંકળાયેલી છે કે કેમ તે દિશામાં પણ કોડીનાર પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.


આ પણ વાંચો: Gir Somnath: કોડીનારના ગીર કાંઠાના ગામોમાં અચાનક કમોસમી વરસાદ, મગફળીના પાથરા પલળી જતાં ખેડૂતો ચિંતિત


ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના એક ગ્રામ્ય અને એક શહેરી વિસ્તારમાંથી 2 સગીરાઓ રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગઈ હતી. પરિવારજનોની ફરિયાદના આધારે કોડીનાર પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ ટીમોએ વિસ્તારના 100થી વધુ CCTV ફૂટેજ તપાસ્યા હતા અને ટેકનિકલ સર્વેલન્સ હાથ ધર્યું હતું. સર્વેલન્સ દરમિયાન સગીરાઓનું છેલ્લું લોકેશન મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં આવેલા ઉનાવા ગામે મળતા પોલીસ ચમકી હતી. ઉનાવાની દરગાહમાંથી સગીરાઓની શોધખોળ લોકેશન ટ્રેસ થતાં જ કોડીનાર પોલીસની એક વિશેષ ટીમ તાત્કાલિક મહેસાણાના ઉનાવા પહોંચી હતી. ત્યાં સ્થાનિક પોલીસને સાથે રાખીને પ્રખ્યાત મીરા દાતાર દરગાહમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન દરગાહ પરિસરમાંથી બંને સગીરાઓ બુરખો પહેરેલી શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. પોલીસ બંને સગીરાઓને દરગાહમાંથી મુક્ત કરાવીને સુરક્ષિત રીતે કોડીનાર પરત લાવવામાં સફળ રહી હતી. પોલીસ કાઉન્સેલિંગમાં ચોંકાવનારા ખુલાસા કોડીનાર લાવ્યા બાદ મહિલા પોલીસ અને કાઉન્સેલર્સ દ્વારા બંને સગીરાઓની પૂછપરછ અને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. કાઉન્સેલિંગ દરમિયાન અત્યંત ગંભીર વિગતો સામે આવી હતી. ધર્મ પરિવર્તનનો પ્રયાસ: સગીરાઓને 3 દિવસ સુધી દરગાહમાં રાખીને કલમા પઢાવવામાં આવ્યા હતા અને ધર્મ પરિવર્તનનો પ્રયાસ કરાયો હતો. ઓળખ બદલવી: બંનેને બુરખો પહેરાવી દેવાયો હતો અને એક સગીરાનું નામ બદલીને 'કાજી નાયરા' રાખી દેવામાં આવ્યું હતું. નાની વયે લગ્નની પેરવી: એક સગીરાના લગ્ન એક 16 વર્ષના કિશોર સાથે કરાવી દેવાનું કાવતરું રચાયું હતું. ટ્રેકિંગ ટાળવા કાવતરું: સગીરાઓ ટ્રેન દ્વારા વેરાવળ અને ગાંધીનગર થઈને ઉનાવા પહોંચી હતી. આ દરમિયાન આરોપીઓએ બંનેના ફોનમાંથી સિમકાર્ડ કાઢીને તોડી નાખ્યા હતા, જેથી પરિવાર કે પોલીસ લોકેશન ટ્રેસ ન કરી શકે. 4 સામે ગુનો દાખલ, 3 આરોપીઓની ધરપકડ સમગ્ર કાવતરાનો પર્દાફાશ થયા બાદ કોડીનાર પોલીસે 4 શંકાસ્પદ વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે. અબ્દુલ હાજી સંધિ (રહે. કોડીનાર) - ધરપકડ કરાઈ આસિફ કવાલી ઉર્ફે કવાલી (રહે. ઉનાવા, દરગાહનો મૌલવી) - ધરપકડ કરાઈ શાકિબ ઉર્ફે બબલી (રહે. ઉનાવા) - ધરપકડ કરાઈ નિસાદ કાજી (રહે. ધોરાજી) - હાલ ફરાર પોલીસે 4 માંથી 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે ધોરાજીનો આરોપી નિસાદ કાજી હાલ પોલીસ પકડથી દૂર છે. આગળની પોલીસ તપાસ અને કાર્યવાહી પોલીસ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યા અનુસાર, ઉનાવાની દરગાહમાં સક્રિય આરોપી આસિફ કવાલી અધિકૃત મૌલવી છે કે કેમ તે અંગેની પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત, આ રેકેટમાં અન્ય કોઈ સંસ્થા કે વ્યક્તિ સંકળાયેલી છે કે કેમ તે દિશામાં પણ કોડીનાર પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. આ પણ વાંચો: Gir Somnath: કોડીનારના ગીર કાંઠાના ગામોમાં અચાનક કમોસમી વરસાદ, મગફળીના પાથરા પલળી જતાં ખેડૂતો ચિંતિત

LATEST ARTICLES