JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

બાલ્ટિક સમુદ્રમાં હોર્મુઝ જેવી સ્થિતિ સર્જાશે? પુતિનની યુરોપને સ્પષ્ટ ચેતવણી

Oct 30, 2026 | 11:10 | By JAMNAGAR MIRROR
બાલ્ટિક સમુદ્રમાં હોર્મુઝ જેવી સ્થિતિ સર્જાશે? પુતિનની યુરોપને સ્પષ્ટ ચેતવણી
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુરોપને ચેતવણી આપતા જણાવ્યું છે કે કોઈપણ તણાવથી કોઈ વિજેતા નહીં રહે. તેમણે બાલ્ટિક સમુદ્રમાં શિપિંગ પ્રતિબંધો સામે કડક પ્રતિક્રિયા આપવાની પણ વાત કરી છે.

માસ્કોમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુરોપિયન દેશો સાથે વધી રહેલા તણાવ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો યુરોપ સાથેનો સંઘર્ષ વધુ વણસશે, તો તેના પરિણામો અત્યંત વિનાશક સાબિત થશે અને તેમાં કોઈની પણ જીત નહીં થાય. પુતિને બાલ્ટિક સમુદ્રમાં જહાજોની અવરજવર પર કોઈપણ પ્રકારના પ્રતિબંધો મૂકવા સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. તેમણે સવાલ કર્યો હતો કે શું કોઈ પર્શિયન ગલ્ફ કે હોર્મુઝની સમુદ્રધુની જેવી અશાંત સ્થિતિ બાલ્ટિક સમુદ્રમાં લાવવા માંગે છે? રશિયા ક્યારેય યુપરોપ સાથે યુદ્ધ ઈચ્છતું નથી, પરંતુ જો કોઈ નવો પડકાર ઊભો થશે તો મોસ્કો તેનો જડબાતોડ જવાબ આપવા માટે સંપૂર્ણપણે સજ્જ છે.

આ દરમિયાન પુતિને નોર્ડિક નેતાઓ સાથે થયેલી તાજેતરની રાજદ્વારી વાતચીતનો બચાવ કર્યો હતો. ફિનલેન્ડના રાષ્ટ્રપતિ અલેક્ઝાન્ડર સ્ટબ અને નોર્વેના વડાપ્રધાન જોનાસ ગહર સ્ટોર સાથે ફોન પર થયેલી ચર્ચાની યુરોપિયન રાજધાનીઓમાં ટીકા થઈ હતી, કારણ કે તેને રશિયા વિરુદ્ધના સામૂહિક વલણથી અલગ પગલું માનવામાં આવી રહ્યું હતું. આ બાબતે પુતિને ભારપૂર્વક જણાવ્યું હતું કે યુરોપિયન રાષ્ટ્રો સાથેના સંબંધો સુધારવા અને પુનઃ સ્થાપિત કરવા માટે આવા સંવાદો અત્યંત આવશ્યક છે. પશ્ચિમી દેશો સાથેના સતત વધી રહેલા ઘર્ષણ છતાં રશિયા હંમેશાં શાંતિપૂર્ણ પહેલ અને સંબંધો સુધારવાની દિશામાં આગળ વધવા માટે ખુલ્લા મનથી તૈયાર રહ્યું છે.

વધુમાં, રશિયન નેતાએ પુનરોચ્ચાર કર્યો હતો કે જોકે રશિયા યુરોપ સાથે કોઈ યુદ્ધ ઈચ્છતું નથી, તેમ છતાં દેશ કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે માનસિક અને લશ્કરી રીતે તૈયાર છે. તેમણે યુરોપિયન સરકારોને અપીલ કરી હતી કે તેઓ વ્યાપક સંઘર્ષના જોખમોને નજરઅંદાજ ન કરે અને તણાવ વધારતી નીતિઓથી દૂર રહે. કોઈપણ દેશ જે સંઘર્ષનો માર્ગ અપનાવશે તેણે તેના ગંભીર પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. મોસ્કો તેની સુરક્ષા અને હિતો સાથે કોઈ સમજૂતી નહીં કરે, પરંતુ કટોકટીના આ સમયમાં પણ રાજદ્વારી માર્ગો ખુલ્લા રાખવા માટે રશિયા હંમેશાં તત્પર રહ્યું છે.

LATEST ARTICLES