JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

કરમસદ આણંદ મહાપાલિકાની સામાન્ય સભામાં યુઝર્સ ચાર્જ મુદ્દે હોબાળો, વિપક્ષના વિરોધ છતાં નવા વેરા મંજૂર

Oct 30, 2026 | 03:15 | By JAMNAGAR MIRROR
કરમસદ આણંદ મહાપાલિકાની સામાન્ય સભામાં યુઝર્સ ચાર્જ મુદ્દે હોબાળો, વિપક્ષના વિરોધ છતાં નવા વેરા મંજૂર
કરમસદ આણંદ મહાપાલિકાની સામાન્ય સભામાં ઘન કચરાના વ્યવસ્થાપન માટે નવો યુઝર્સ ચાર્જ વસૂલવાના નિર્ણયને લઈને ભારે હોબાળો થયો હતો. વિપક્ષના ઉગ્ર વિરોધ અને એજન્ડા દહનની વચ્ચે સત્તાપક્ષે બહુમતીના જોરે આ પ્રસ્તાવને મંજરી આપી દીધી છે.

કરમસદ આણંદ મહાપાલિકા (KAMC) ના સરદાર પટેલ સભાખંડમાં મેયર અને કમિશનરની અધ્યક્ષતા હેઠળ મળેલી ચાર કલાક લાંબી સામાન્ય સભા ભારે હંગામાી રહી હતી. બેઠકના એજન્ડામાં સામેલ કામ નંબર ૨ એટલે કે ઘન કચરાના નિકાલ માટેના 'યુઝર્સ ચાર્જ' ના મુદ્દે વિપક્ષે આક્રમક રૂખ અપનાવ્યો હતો. શહેરીજનો પર વધારાનો આર્થિક બોਝ ન નાખવાની માંગ સાથે વિપક્ષી સભ્યોએ બેઠક દરમિયાન ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. બેઠક પૂરી થયા બાદ મહાપાલિકાના પરિસરમાં જ એજન્ડાની પ્રતિકૃતિઓ સળગાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, તેમ છતાં સત્તાપક્ષે પોતાની સ્પષ્ટ બહુમતીના આધારે એજન્ડાના તમામ કામોને મંજૂર કરી દીધા હતા.

આ નવી વ્યવસ્થા અંતર્ગત સામાન્ય વસાહતોમાં પ્રતિ ઘર દીઠ ૭૦ રૂપિયા અને સ્લમ વિસ્તારમાં પ્રતિ માસ ૩૦ રૂપિયા યુઝર્સ ચાર્જ વસૂલવામાં આવશે. આ ઉપરાંત, કોમર્શિયલ એકમો માટે પણ અલગ-અલગ દર નક્કી કરાયા છે જેમાં ૫૦ ચોરસ મીટર સુધીની દુકાનો માટે ૨૦૦ રૂપિયા અને તેનાથી વધુ વિસ્તાર માટે ૩૦૦ રૂપિયા માસિક ચાર્જ લેવાશે. શોપિંગ સેન્ટરો અને માર્કેટની દુકાનો માટે આ ચાર્જ ૭૫૦ થી ૧ હજાર રૂપિયા સુધીનો રહેશે. હોટલ અને રેસ્ટોરન્ટ તેમજ હોસ્પિટલો અને ક્લિનિક્સ માટે પ્રતિ બેડ કે યુનિટ દીઠ ૧ હજાર રૂપિયા માસિક ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. ધાર્મિક સ્થળો, જાહેર સમારોહ અને પ્રદર્શનોમાં કચરાના પ્રમાણ અને દિવસોના આધારે ૨૦૦ રૂપિયાથી લઈને ૧ હજાર રૂપિયા સુધીનો દૈનિક ચાર્જ વસૂલવામાં આવશે.

સેનેટરી કમિટીના ઠરાવ, રાજ્ય સરકારના આદેશો અને સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ બાયલોઝ-૨૦૨૬ ની અમલવારી આગામી ૩૧ માર્ચ ૨૦૨૭ સુધીમાં ચુસ્તપણે કરવાનો નિર્ણય લેવાયો છે. ઘન કચરાના નિકાલના નિયમોનું ઉલંઘન કરનાર અને ગંદકી ફેલાવનાર બલ્ક વેસ્ટ જનરેટર્સ સામે કડક દંડકીય કાર્યવાહી (ઓફોનન્સ ચાર્જિસ) કરવાની જોગવાઈ પણ આ નવા નિયમોમાં સામેલ કરવામાં આવી છે. નિયમોના ભંગ બદલ દંડ ફટકારવાની અને જરૂરી પગલાં લેવાની આ તમામ કાર્યવાહીની અંતિમ જવાબદારી મ્યુનિસિપલ કમિશનરના શિરે રાખવામાં આવી છે.

LATEST ARTICLES