JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
મનોરંજન

બ્રિજર્ટન સિઝન 5 નું શૂટિંગ પૂરું, ફ્રાન્સેકા અને મિશેલાની રોમાંચક સ્ટોરી જોવા માટે રાહ જોવી પડશે 2027 સુધી

Oct 29, 2026 | 23:11 | By JAMNAGAR MIRROR
બ્રિજર્ટન સિઝન 5 નું શૂટિંગ પૂરું, ફ્રાન્સેકા અને મિશેલાની રોમાંચક સ્ટોરી જોવા માટે રાહ જોવી પડશે 2027 સુધી
લોકપ્રિય વેબ સિરીઝ બ્રિજર્ટન ની સિઝન 5 નું શૂટિંગ લંડનમાં પૂરું થઈ ગયું છે. નેટફ્લિક્સ પર આ નવો સીઝન 2027 માં રિલીઝ થવાની પુષ્ટિ થઈ છે, જેમાં હન્ના ડોડ અને મસાલી બાદુઝા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

વેબ સિરીઝ બ્રિજર્ટન ના શોખીનો માટે મોટા સમાચાર આવ્યા છે, કારણ કે સિઝન 5 નું શૂટિંગ સત્તાવાર રીતે પૂરું થઈ ગયું છે. નેટફ્લિક્સ દ્વારા 26 ઓક્ટોબરે ટિડમ અપડેટમાં આ પ્રોડક્શન માઈલસ્ટોનની પુષ્ટિ કરવામાં આવી છે, જેનાથી ફેન્સમાં ખુશીની લહેર દોડી ગઈ છે. લંડનમાં કેમેરા બંધ થઈ ગયા છે અને શૂટિંગ પૂરું થતાં જ ફ્રાન્સેકા અને મિશેલાની લવ સ્ટોરી દર્શકોની વધુ એક પગલું નજીક આવી ગઈ છે. ગત સિઝનમાં જ્યારે મિશેલા ટાઉન છોડીને જતી રહી હતી ત્યારથી જ સ્ટોરી એક મોટા ક્લિફહંગર પર અટકી હતી, જેને કારણે ફેન્સ આ નવી સિઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

જોકે, શૂટિંગ પૂરું થવા છતાં ફેર્સે હજુ થોડી લાંબી રાહ જોવી પડશે કારણ કે આ સિઝન 2027 માં લોન્ચ થશે અને હાલમાં કોઈ ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી. શોના મેકર્સ અને રિપોર્ટ્સ અનુસાર, સિઝન 5 માં કુલ 8 એપિસોડ હશે અને પોસ્ટ-પ્રોડક્શનનું કામ હજુ બાકી હોવાથી તે 2027 ના લેટ સ્પ્રિંગમાં આવે તેવી શક્યતા છે. આ સિઝન જુલિયા ક્વિનની નોવેલ વેન હી વોઝ વિકેટ પર આધારિત છે, પરંતુ તેમાં મોટો બદલાવ કરીને નોવેલના પાત્ર માઈલને બદલે મિશેલાને સામેલ કરવામાં આવી છે, જે એક ક્વીર રોમાન્સ રજૂ કરશે. આ સિઝનમાં હન્ના ડોડ ફ્રાન્સેકા સ્ટર્લિંગ તરીકે જ્યારે મસાલી બાદુઝા મિશેલા સ્ટર્લિંગ તરીકે લીડ રોલમાં જોવા મળશે.

આ સ્ટોરી ફ્રાન્સેકાના પતિ જ્હોન સ્ટર્લિંગના નિધન પછીના 2 વર્ષથી શરૂ થશે, જ્યાં જ્હોનની કઝિન મિશેલા લંડન પરત ફરે છે અને બંને વચ્ચેનો સંબંધ એક નવો મોડ લે છે. ફ્રાન્સેકા શાંત અને પોતાની લાગણીઓ છુપાવનારી છે, જ્યારે મિશેલા આત્મવિશ્વાસી અને નિયમો તોડવામાં માનનાર પાત્ર છે. આ બંને વિપરિત સ્વભાવના પાત્રો વચ્ચેનો રોમાન્સ દર્શકોને મંત્રમુગ્ધ કરશે. આ સિવાય નેટફ્લિક્સ અને શ્રોંડલેન્ડ દ્વારા વાયલેટ બ્રિજર્ટનની લવ સ્ટોરી પર આધારિત એક અલગ લિમિટેડ સિરીઝની પણ જાહેરાત કરવામાં આવી છે, જેના કારણે બ્રિજર્ટન યુનિવર્સના ફેન્સ માટે મનોરંજનનો ડોઝ ડબલ થવાનો છે.

LATEST ARTICLES