JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
લાઈફસ્ટાઈલ

ઈંગ્લેન્ડની હિસ્ટોરિક જગ્યાઓ પર છતની સુંદરતા નિહાળવા માટે ચાલી રહી છે અનોખી કેમ્પેઈન

Oct 29, 2026 | 23:22 | By JAMNAGAR MIRROR
ઈંગ્લેન્ડની હિસ્ટોરિક જગ્યાઓ પર છતની સુંદરતા નિહાળવા માટે ચાલી રહી છે અનોખી કેમ્પેઈન
ઈંગ્લેન્ડમાં હેરિટેજ સાઇટ્સની મુલાકાતે આવતા લોકો માટે એક ખાસ કેમ્પેઈન શરૂ કરવામાં આવી છે. આ કેમ્પેઈન હેઠળ વિઝિટર્સને નીચે આરામથી સૂઈને ભવ્ય છતની કલા કારીગરી જોવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

જ્યારે પણ કોઈ હિસ્ટોરિક જગ્યાની મુલાકાતે જઈએ છીએ, ત્યારે આપણું ધ્યાન સામાન્ય રીતે આંખના લેવલ પર રહેલી પેઇન્ટિંગ્સ, કોતરણી કરેલા દરવાજા અને રેલિક્સથી ભરેલા ગ્લાસ કેસ પર જ જાય છે. ભાગ્યે જ કોઈ વ્યક્તિ પોતાની ગરદન પાછળ નમાવીને ઉપર છત તરફ જોવાનો વિચાર કરે છે અને આ જ કારણ છે કે કલાકારોનું સૌથી શાનદાર કામ નજર અંદાજ થઈ જાય છે. આ જ બાબતને ધ્યાનમાં રાખીને કન્ઝર્વેશન ચેરિટી દ્વારા ૧ નવેમ્બર સુધી ચાલનારી ‘લાઈ નામ એન્ડ લુક અપ’ કેમ્પેઈન શરૂ કરવામાં આવી છે. આ કેમ્પેઈન અંતર્ગત પસંદ કરાયેલી 5 લોકેશન્સ પર ખાસ કુશન ગોઠવવામાં આવ્યા છે, જેથી વિઝિટર્સ આરામથી સૂઈને લાંબા સમય સુધી ઉપરની સુંદરતા માણી શકે. આ સંસ્થાના હેડ ક્યુરેટરના જણાવ્યા મુજબ, હિસ્ટોરિક બિલ્ડિંગ્સની છત એ તેનું સૌથી મોટું આકર્ષણ હોય છે, પરંતુ દોડધામમાં લોકો તેને પૂરેપૂરી રીતે માણી શકતા નથી, તેથી જ લોકોને ફોર્ર્માલિટી બાજુ પર મૂકીને આરામથી ઉપર જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ કેમ્પેઈનમાં સામેલ ડર્બીશાયરના બોલસોવર કેસલના સ્ટાર ચેમ્બરની બ્લૂ છત પર 254 ગોલ્ડ-લીફ સ્ટાર્સ છે, જે સૂતી વખતે કોઈ સાફ આકાશ જેવા દેખાય છે. નોર્થમ્બરલેન્ડના બેલસે હોલની કાચની છત નીચેનું આંગણું ખુલ્લા આકાશ જેવું બનાવે છે. જ્યારે આઈલ ઓફ વ્ાઈટ પર આવેલી ક્વીન વિક્ટોરિયાની રિટ્રીટ ઓસબોર્ન ખાતેના દરબાર રૂમની છતમાં ઈન્ડિયન સ્ટાઈલનું પ્લાસ્ટરવર્ક અને હનીકોમ્બ મુકર્નાસ વોલ્ટીંગ જોવા મળે છે, જેને ભારતીય માસ્ટર કારગર ભાઈ રામ સિંહ દ્વારા આકાર આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત બેડફોર્ડશાયરમાં રેસ્ટ પાર્કના ડ્રોઈંગ રૂમમાં વીનસ અને ક્યુપિડની પેઇન્ટિંગવાળી અદભુત છત છે અને સાઉથ-ઈસ્ટ લંડનના એલ્થામ પેલેસમાં 1470ની સાલની ઓક હેમરબીમ રૂફ મોજૂદ છે જે વિઝિટર્સને મંત્રમુગ્ધ કરી દે છે.

સામાન્ય રીતે લોકો કોઈ પણ હિસ્ટોરિક પ્લેસ પર જાય ત્યારે જમીન ઠંડી હોવાની કે ગરદન દુખવાની ફરિયાદ કરતા હોય છે, પરંતુ આ અનોખી કેમ્પેઈનનો હેતુ વિઝિટર્સને રૂટીન દુનિયાથી હટીને કલાના આ અદ્ભુત નમૂનાઓ સાથે જોડવાનો છે. આ 5 લોકેશન્સ પર જઈને જમીન પર આરામથી સૂઈને ઉપર જોવાનો અનુભવ એકદમ અલગ જ છે અને તે કલા અને ઇતિહાસના શોખીનો માટે જીવનભર યાદગાર બની રહે છે.

LATEST ARTICLES