દિલ્હીની પ્રસિદ્ધ જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં છેલ્લા 18 દિવસથી ચાલી રહેલા સ્ટુડન્ટ્સના ઉગ્ર વિરોધ પ્રદર્શનનો હવે અંત આવ્યો છે. વર્ષ 2006થી બંધ પડેલા સ્ટુડન્ટ્સ યુનિયનની પુનઃસ્થાપના અને અન્ય માંગણીઓને લઈને સ્ટુડન્ટ્સ આંદોલન પર બેઠા હતા. યુનિવર્સિટીના કેમ્પસમાં તણાવભર્યા માહોલ વચ્ચે આખરે તંત્ર દ્વારા સ્ટુડન્ટ્સની ત્રણેય મુખ્ય માંગણીઓ સ્વીકારી લેવામાં આવી છે, જેના કારણે સ્ટુડન્ટ્સે તેમની હંગામી હડતાલ સત્તાવાર રીતે સમેટાઈ હોવાની જાહેરાત કરી દીધી છે.
સ્ટુડન્ટ્સના જણાવ્યા અનુસાર, યુનિવર્સિટી તંત્ર તરફથી આવેલા સત્તાવાર આર્ડરમાં ત્રણ મહત્ત્વના મુદ્દાઓ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. જે મુજબ સ્ટુડન્ટ્સ યુનિયનના કન્સ્ટિટ્યુશનની મંજૂરી અને અમલીકરણની પ્રક્રિયા આગામી 15 May, 2027 સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. આ ઉપરાંત, નવા એકેડેમિક સેશનના પ્રારંભ એટલે કે 16 July, 2027થી આશરે 6 સપ્તાહની અંદર જ યુનિયન માટેના ઇલેક્શન યોજવામાં આવશે. સૌથી મોટી રાહતની વાત એ છે કે આંદોલનમાં સામેલ સ્ટુડન્ટ્સ સામે અગાઉ કરવામાં આવેલી તમામ ડિસિપ્લિનરી એક્શન એટલે કે શિસ્તભંગની કાર્યવાહી પણ યુનિવર્સિટી દ્વારા સંપૂર્ણપણે પાછી ખેંચી લેવામાં આવી છે.
અગાઉ યુનિવર્સિટી દ્વારા કન્સ્ટિટ્યુશન પાસ થયાના 15 દિવસમાં ઇલેક્શન કરાવવાની વાત કહેવામાં આવી હતી, પરંતુ તેમાં કોઈ ચોક્કસ ડેડલાઈન ન હોવાને કારણે સ્ટુડન્ટ્સમાં અસંતોષ હતો અને ગર્લ્સ હોસ્ટેલના પ્રોવોસ્ટ દ્વારા કેટલાક સ્ટુડન્ટ્સને શો-કોઝ નોટિસ પણ આપવામાં આવી હતી. કેમ્પસની આ સ્થિતિ અને સ્ટુડન્ટ્સની સેફ્ટીને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીએ અગાઉ ઓનલાઇન ક્લાસીસ 24 November સુધી લંબાવ્યા હતા તેમજ ઓડ-સેમેસ્ટરની એક્ઝામ પણ ઓનલાઇન મોડમાં શિફ્ટ કરી દીધી હતી. હવે તમામ માંગણીઓ પુરી થતાં કેમ્પસમાં શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે.
