JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

PM મોદીના આગમન પહેલા બનાસકાંઠામાં દિવાળી જેવો માહોલ, રતનપુરા મંદિરે થઈ ભવ્ય મહાઆરતી

Oct 29, 2026 | 22:55 | By JAMNAGAR MIRROR
PM મોદીના આગમન પહેલા બનાસકાંઠામાં દિવાળી જેવો માહોલ, રતનપુરા મંદિરે થઈ ભવ્ય મહાઆરતી
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બનાસકાંઠા આગમનને લઈને સમગ્ર જિલ્લામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પીએમના સ્વાગત માટે રતનપુરા મહાદેવ મંદિરે 1100 દીવડાઓ પ્રજ્વલિત કરીને ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દિગ્ગજ નેતાઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને અત્યારે બનાસકાંઠા જિલ્લાભરમાં ભારે ઉત્સાહ અને ઉમંગનો માહોલ છવાઈ ગયો છે. પીએમ મોદીના સ્વાગત માટે સમગ્ર વિસ્તારમાં જાણે અગાઉથી જ દિવાળી આવી ગઈ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક ગ્રામજનો, પશુપાલકો અને ખેડૂતોમાં વડાપ્રધાનના આગમનને લઈને અદ્ભુત ખુશી જોવા મળી રહી છે અને સૌકોઈ આ ખાસ ક્ષણને વધાવવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ સ્વાગત અને વધામણાં રૂપે બનાસકાંઠાના વિવિધ મંદિરોમાં વિશેષ ધાર્મિક આયોજનો કરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે જિલ્લાના રતનપુરા ગામે આવેલા ભગવાન મહાદેવના પવિત્ર મંદિરે 1100 દીવડાઓ પ્રજ્વલિત કરીને ભવ્ય મહાઆરતીનું આયોજન કરાયું હતું. આ દિવ્ય મહાઆરતીમાં મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા. આ ભવ્ય આયોજનમાં બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તેમજ કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા, જેણે કાર્યક્રમનો ઉત્સાહ વધુ બેવડો કર્યો હતો.

મંત્રીઓ અને સ્થાનિક અગ્રણીઓની હાજરી વચ્ચે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમથી સમગ્ર વિસ્તારમાં જોરદાર માહોલ બન્યો છે. ખેડૂતો, પશુપાલકો અને સહકારી મંડળીના સભ્યોમાં પીએમ મોદીની આ મુલાકાતને લઈને ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે, અને આગામી મુલાકાતને સફળ બનાવવા માટે તંત્ર તેમજ લોકો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

LATEST ARTICLES