JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

કરવા ચોથ પર સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ચાંદીમાં પ્રતિ કિલો રૂ. 4,700થી વધુનો કડાકો

Oct 29, 2026 | 21:55 | By JAMNAGAR MIRROR
કરવા ચોથ પર સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ચાંદીમાં પ્રતિ કિલો રૂ. 4,700થી વધુનો કડાકો
કરવા ચોથના પર્વ નિમિત્તે જામનગર સહિત દેશભરના સોના-ચાંદીના બજારમાં ગ્રાહકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વૈશ્વિક પરિબળો અને પ્રોફિટ બુકિંગના કારણે સોના અને ચાંદીના ભાવમાં તોતિંગ ઘટાડો નોંધાયો છે.

કરવા ચોથ જેવા પવિત્ર અને ઉત્સાહભર્યા તહેવારના સમયે જ કિંમતી ધાતુઓના બજારમાં જોવા મળેલી નરમાઈએ ગ્રાહકોના ચેહરા પર ખુશી લાવી દીધી છે. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરો સ્થિર રાખવામાં આવ્યા હોવા છતાં સ્થાનિક તેમજ વૈશ્વિક બજારોમાં ભારે પ્રોફિટ બુકિંગના કારણે કિંમતી ધાતુઓ દબાણ હેઠળ રહી હતી. ગઈકાલના બંધ ભાવની સરખામણીએ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ રૂ. 717 નો ઘટાડો નોંધાયો છે, જેના કારણે સોનું ગ્રાહકો માટે સહેજ વધુ આકર્ષક બન્યું છે. ખાસ કરીને લગ્નની સિઝન અગાઉ બજારમાં આવેલા આ ઘટાડાને કારણે ખરીદી કરવા ઈચ્છુક લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ સમગ્ર કારોબારમાં સૌથી મોટો ફટકો ચાંદીના બજારને પડ્યો છે, જ્યાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીમાં ભારે વેચવાલી જોવા મળી હતી. ગઈકાલે પ્રતિ કિલો રૂ. 1,94,325 ના સ્તરે બંધ થયેલી ચાંદી કારોબાર દરમિયાન અચાનક તૂટીને રૂ. 1,89,615 ના નીચલા સ્તરે પહોંચી ગઈ હતી, જેના લીધે ચાંદીએ રૂ. 1.90 લાખનું મહત્વનું સ્તર પણ ગુમાવ્યું હતું. જોકે, દિવસના અંતે નીચલા સ્તરેથી થોડી ખરીદી નિકળતા તેમાં આંશિક સુધારો જોવા મળ્યો હતો, પરંતુ તેમ છતાં ગઈકાલના બંધ ભાવની તુલનાએ ચાંદીમાં પ્રતિ કિલો રૂ. 3,893 થી લઈને મહત્તમ રૂ. 4,710 સુધીનો તોતિંગ કડાકો નોંધાયો છે.

બજારના નિષ્ણાતો અને વિશ્લેષકોના મતે આ અચાનક આવેલા ઘટાડા પાછળ આંતરરાષ્ટ્રીય બજારોની નબળી ચાલ મુખ્યત્વે જવાબદાર છે. વૈશ્વિક બજારમાં સોનો ભાવ ઘટીને 4,034.45 ડોલર પ્રતિ ઔંસ જ્યારે ચાંદીનો ભાવ આશરે 2.47% ના મોટા ઘટાડા સાથે 52.355 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયો છે. આવા માહોલમાં નિષ્ણાતો સલાહ આપે છે કે માત્ર ભાવ ઘટ્યા છે તેટલા માત્રથી એકસાથે ખરીદી કરવાની ઉતાવળ ન કરવી જોઈએ. યુએસ મોંઘવારીના આંકડા અને વૈશ્વિક પરિસ્થિતિ પર નજર રાખીને તબક્કાવાર ખરીદી કરવી ગ્રાહકો માટે વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

LATEST ARTICLES