JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
મનોરંજન

ફેમસ ડિરેક્ટર સ્ટીવન સ્પિલબર્ગે 29.9 મિલિયન ડોલરનું તેમનું આલીશાન હોર્સ રેન્ચ પ્રોપર્ટી લિસ્ટિંગમાંથી હટાવ્યું

Oct 29, 2026 | 22:27 | By JAMNAGAR MIRROR
ફેમસ ડિરેક્ટર સ્ટીવન સ્પિલબર્ગે 29.9 મિલિયન ડોલરનું તેમનું આલીશાન હોર્સ રેન્ચ પ્રોપર્ટી લિસ્ટિંગમાંથી હટાવ્યું
હોલીવુડના દિગ્ગજ ડિરેક્ટર સ્ટીવન સ્પિલબર્ગ અને તેમની પત્નીએ લોસ એન્જલસમાં આવેલું તેમનું પ્રખ્યાત ડોગવુડ રેન્ચ વેચાણ માટે મૂક્યું હતું, પરંતુ હવે તેને માર્કેટમાંથી હટાવી લીધું છે. આ પ્રોપર્ટી તેમણે 1999માં 5.75 મિલિયન ડોલરમાં ખરીદી હતી અને અહીં ઘોડાઓ માટે ખાસ સુવિધાઓ વિકસાવવામાં આવી હતી. સ્થાનિક રેસિડેન્ટ્સના વિરોધ બાદ આ પ્રોપર્ટીના રેશનવેશન પ્લાનમાં ફેરફાર કરવા પડ્યા હતા.

હોલીવુડના જાણીતા ડિરેક્ટર 79 વર્ષના સ્ટીવન સ્પિલબર્ગ અને તેમની પત્ની 72 વર્ષની કેટે કેપશાએ ગયા મહિને લોસ એન્જલસના સુલિવન કેન્યન ખાતે આવેલું તેમનું 2.8 એકરમાં ફેલાયેલું ડોગવુડ રેન્ચ 29.9 મિલિયન ડોલરમાં વેચવા માટે બહાર પાડ્યું હતું, પરંતુ હવે તેને માર્કેટમાંથી હટાવી લેવામાં આવ્યું છે. આ કપલે આ પ્રોપર્ટી લગભગ 27 વર્ષ પહેલાં ખરીદી હતી, પરંતુ તેઓ ક્યારેય ત્યાં રહેવા ગયા નહોતા કારણ કે આ જગ્યા ખાસ કરીને ઘોડાઓ માટે જ હતી. આ પ્રોપર્ટીમાં આલીશાન મુખ્ય ઘર ઉપરાંત 20,000 સ્ક્વેર ફીટની રાઇડિંગ એરેના પણ સામેલ છે, જે ઘોડા પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે.

આ કપલે 1999માં આ એસ્ટેટ માત્ર 5.75 મિલિયન ડોલરમાં ખરીદી હતી અને ખરીદીના થોડા સમય બાદ જ અહીં મોટું રેશનવેશન કરવાનું પ્લાનિંગ કર્યું હતું. તેઓ અહીં 5 માળની રાઇડિંગ ફેસિલિટી, ગેસ્ટહાઉસ અને 3 માળનું ગાર્ડહાઉસ બનાવવા માંગતા હતા જેનું બજેટ 7 મિલિયન ડોલરથી વધુ હતું. જો કે, લોસ એન્જલસના આ શાંત વિસ્તારના સ્થાનિક રેસિડેન્ટ્સ દ્વારા આ મોટા પ્રોજેક્ટનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. લોકોના વિરોધને કારણે 2001માં તેમણે પરમિટ એપ્લિકેશન પાછી ખેંચી લીધી હતી અને બાદમાં પ્લાનને નાનો કરીને માત્ર આઉટડોર રાઇડિંગ રિંગ સુધી સીમિત રાખ્યો હતો. આ પ્રોપર્ટીની ડિઝાઇનમાં જાણીતા આર્કિટેક્ટ માઈકલ કોવાક, ઇન્ટિરિયર ડિઝાઈનર માઈકલ સ્મિથ અને લેન્ડસ્કેપ ડિઝાઈનર ક્રિસ્ટીન લંડને મહત્વનું યોગદાન આપ્યું છે.

મુખ્ય ઘરના ઇન્ટિરિયરમાં વોલનટ ફ્લોર્સ અને વુડ-કવર્ડ સીલિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે તેને ક્લાસિક લુક આપે છે. આ ઘરમાં 7 બેડરૂમ અને 9.5 બાથરૂમ આવેલા છે તેમજ તેમાં મોટા ફાયરપ્લેસ, શેફ્સ કિચન, વાઇન સેલર અને મિડિયા રૂમની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. પ્રોપર્ટીમાં લિવિંગ સ્પેસ કરતાં ઘોડાઓની સ્ટેબલ્સ અને એરેનાને વધુ પ્રાથમિકતા આપવામાં આવી છે. સપ્ટેમ્બરમાં જ્યારે આ પ્રોપર્ટી માર્કેટમાં મૂકવામાં આવી ત્યારે તેની કિંમત 29.9 મિલિયન ડોલર રાખવામાં આવી હતી, જે તેમણે અગાઉ ચૂકવેલી રકમ કરતાં આશરે 5 ગણી વધુ હતી. હાલ પૂરતું આ પ્રોપર્ટીને વેચાણમાંથી હટાવી લેવામાં આવી છે અને તે હોલ્ડ પર મૂકવામાં આવી છે.

LATEST ARTICLES