JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સ્પોર્ટ્સ

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો શાનદાર વિજય, ચીનને 5-2થી હરાવ્યું

Oct 29, 2026 | 22:27 | By JAMNAGAR MIRROR
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો શાનદાર વિજય, ચીનને 5-2થી હરાવ્યું
કેપ્ટન હરમનપ્રીત સિંહ અને સુખજીત સિંહે બે-બે ગૌલ ફટકારીને ભારતની જીતમાં મોટો ફાળો આપ્યો હતો. ઓલમ્પિયન સુરજીત સિંહ હોકી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ રોમાંચક મેચમાં ભારતે ચીનને હરાવીને ટૂર્નામેન્ટમાં સતત બીજી જીત મેળવી છે. હવે ભારતની આગામી મેચ જાપાન સામે રમાશે.

ગુરુવારે ઓલમ્પિયન સુરજીત સિંહ હોકી સ્ટેડિયમ ખાતે રમાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની મેચમાં ભારતીય હોકી ટીમે શાનદાર પ્રદર્શન કરતા ચીનને 5-2થી હરાવ્યું હતું. આ પહેલા બાંગ્લાદેશ સામે 13-0ના તોફાની વિજય સાથે અભિયાન શરૂ કરનાર ભારતીય ટીમ સામે યુવા ચીની ખેલાડીઓએ સારો એવો પડકાર ફેંક્યો હતો, પરંતુ ભારતીય હુમલાખોરો આગળ તેમનું કૌશલ્ય ઓછું પડ્યું હતું. હોમ ક્રાઉડના જોરદાર સમર્થન વચ્ચે રમાયેલી આ મેચમાં ભારત તરફથી કેપ્ટન હરમનપ્રીત સિંહ અને સુખજીત સિંહે બે-બે ગૌલ ફટકાર્યા હતા, જ્યારે જુગરાજ સિંહે વધુ એક ગૌલ કરીને વિજય પર મુહૂર્ર માર્યો હતો.

મેચની શરૂઆતથી જ ભારતે બોલ પર કબજો જમાવ્યો હતો પરંતુ 13મી મિનિટે સુખજીતે શાનદાર ગોલ કરીને ખાતું ખોલાવ્યું હતું. જોકે, યુવા ચીની ટીમે હાર ન માનતા 26મી મિનિટે પેનલ્ટી કૉર્નર દ્વારા સ્કોર 1-1થી બરાબર કરી દીધો હતો. આનાથી સચેત થયેલી ભારતીય ટીમે તરત જ વળતો પ્રહાર કર્યો હતો અને 27મી મિનિટે હરમનપ્રીતે પેનલ્ટી કૉર્નરને ગૌલમાં ફેરવીને ભારતને 2-1ની સરડાઈ અપાવી હતી. હાફ ટાઈમ સુધી સ્કોર આ જ રહ્યો હતો. ત્યારબાદ બીજા હાફની શરૂઆતથી જ ભારતીય ખેલાડીઓ વધુ આક્રમક બન્યા હતા અને 31મી મિનિટે હરમનપ્રીતે તથા 34મી મિનિટે સુખજીતે ફરીથી ગૌલ ફટકારીને લીડ મજબૂત કરી હતી. ચીન તરફથી પેાંગ યાંગ અને ચોંગકોંગ ચેને પણ ગૌલ કરીને સંઘર્ષ બતાવ્યો હતો, પરંતુ 47મી મિનિટે જુગરાજે પાંચમો ગૌલ કરીને સ્કોર 5-2 કરી દીધો હતો.

આ વિજય સાથે ભારતે ટૂર્નામેન્ટમાં પોતાની વિજયી રથયાત્રા યથાવત રાખી છે અને સતત બીજી જીત નોંધાવી છે, જ્યારે ચીનની ટીમ હજુ પણ પોતાની પહેલી જીતની તલાશમાં છે. બાંગ્લાદેશ સામેની શાનદાર જીત બાદ ચીન સામે પણ વિજય મેળવવાથી ભારતીય ટીમનો ઉત્સાહ ઘણો વધી ગયો છે. હવે આ ટૂર્નામેન્ટમાં ભારતનો આગામી મુકાબલો શુક્રવારે જાપાન સામે થવાનો છે, જ્યારે ચીનની ટીમ સાઉથ કોરિયા સામે ટકરાશે. ભારતીય ટીમ આ ફોર્મ જાળવી રાખીને આગામી મેચમાં પણ વિજયી સિલસિલો ચાલુ રાખવા માટે પૂરી રીતે તૈયાર છે.

LATEST ARTICLES