JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

IndiGoનું શાનદાર પ્રદર્શન, સેલ્સ વધવાને કારણે લોસમાં થયો 703 કરોડ રૂપિયાનો ઘટાડો

Oct 29, 2026 | 18:52 | By JAMNAGAR MIRROR
IndiGoનું શાનદાર પ્રદર્શન, સેલ્સ વધવાને કારણે લોસમાં થયો 703 કરોડ રૂપિયાનો ઘટાડો
દેશની અગ્રણી એરલાઇન કંપની IndiGoએ નાણાકીય વર્ષ 2027ના બીજા ક્વાર્ટરમાં શાનદાર બિઝનેસ કરતા પોતાના કન્સોલિડેટેડ લોસમાં રૂ. 703 કરોડનો મોટો ઘટાડો નોંધાવ્યો છે. ઊંચા ફ્યુઅલ ખર્ચ અને રૂપિયાના ઘસારા વચ્ચે પણ કંપનીનું ઓપરેશનલ રેવેન્યુ 26% વધીને રૂ. 23,364 કરોડ પર પહોંચી ગયું છે.

દેશની સૌથી મોટી એરલાઇન IndiGo માટે ચાલુ નાણાકીય વર્ષનો બીજો ક્વાર્ટર મિશ્રિત પરિણામો લઈને આવ્યો છે, જેમાં કંપનીએ ગયા વર્ષના સમાન ક્વાર્ટરના રૂ. 2,582 કરોડના લોસ સામે આ વખતે લોસ ઘટાડીને રૂ. 1,879 કરોડ પર લાવી દીધો છે. જો કે, અગાઉના જૂન ક્વાર્ટરના રૂ. 237 કરોડના લોસની સરખામણીમાં આ લોસ વધ્યો છે, પરંતુ મુશ્કેલ વૈશ્વિક પરિસ્થિતિઓ વચ્ચે પણ કંપનીએ મજબૂત બિઝનેસ કરતા પોતાના ઓપરેશનલ રેવેન્યુમાં 26% નો જબરદસ્ત વધારો નોંધાવ્યો છે. ફ્યુઅલના વધી રહેલા ભાવ અને ફોરેક્સના પ્રભાવ છતાં એરલાઇનનું એકંદર પ્રદર્શન પ્રોત્સાહક રહ્યું છે.

આ ક્વાર્ટરમાં કંપનીના ફ્યુઅલ ખર્ચમાં વાર્ષિક ધોરણે 67% નો મોટો ઉછાળો આવ્યો છે અને તે વધીને રૂ. 9,967 કરોડ થયો છે, જે ગયા વર્ષે રૂ. 5,962 કરોડ હતો. આ ઉપરાંત વૈશ્વિક અસ્થિરતા અને મોંઘવારીની અસરને કારણે પેસેન્જર ટ્રાફિક 5% ઘટીને 2.75 કરોડ થયો હતો, જ્યારે પેસેન્જર લોડ ફેક્ટર ઘટીને 80.3% રહ્યો હતો. તેમ છતાં, ટિકિટના વધુ સારા ભાવ અને પેસેન્જર યીલ્ડમાં 34% ના વધારાને કારણે કંપનીએ કુલ રેવેન્યુમાં વધારો જાળવી રાખ્યો છે. આ સમયગાળા દરમિયાન કંપનીએ પોતાના ફ્લીટમાં નેટ 10 નવા એરક્રાફ્ટ ઉમેર્યા છે અને 30 સપ્ટેમ્બર સુધીમાં કંપની પાસે કુલ 442 એરક્રાફ્ટનો કાફલો હતો, જે રોજની પીક 2,020 ફ્લાઇટ્સ ઓપરેટ કરતો હતો.

કંપનીની નાણાકીય મજબૂતાઈની વાત કરીએ તો, 30 સપ્ટેમ્બર સુધીમાં IndiGo પાસે કુલ રૂ. 52,685 કરોડનું કેશ બેલેન્સ હતું, જેમાં રૂ. 39,929 કરોડનું ફ્રી કેશ સામેલ છે, જ્યારે કુલ દેવું રૂ. 87,303 કરોડ રહ્યું હતું. એરલાઇનના સીઈઓ વિલી વોલ્શના જણાવ્યા અનુસાર, ડિસેમ્બર ક્વાર્ટરથી કેપેસિટી ગ્રોથ પાછોટ્રેક પર આવવાની અશય છે અને કંપની કોસ્ટ મેનેજમેન્ટ તથા શિસ્તબદ્ધ વિસ્તરણ પર પૂરતું ધ્યાન આપી રહી છે. મુશ્કેલ માહોલ વચ્ચે પણ એરલાઇને 91.3% ની ઓન-ટાઇમ પરફોર્મન્સ અને માત્ર 0.35% ના કેન્સલેશન રેટ સાથે ઉત્તમ સર્વિસ જાળવી રાખી છે.

LATEST ARTICLES