JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

સાઉથ ઇન્ડિયામાં પ્રોપર્ટી ખરીદવાની સોનેરી તક, ચેન્નાઈમાં ભરાશે મેગા મલ્ટી-બેંક એસેટ ફેેર

Oct 29, 2026 | 20:01 | By JAMNAGAR MIRROR
સાઉથ ઇન્ડિયામાં પ્રોપર્ટી ખરીદવાની સોનેરી તક, ચેન્નાઈમાં ભરાશે મેગા મલ્ટી-બેંક એસેટ ફેેર
જો તમે ઘર, દુકાન કે જમીન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક સરસ ખબર છે. આગામી 31 ઓક્ટોબર અને 1 નવેમ્બરના રોજ ચેન્નાઈમાં બેંકો દ્વારા એક ખાસ પ્રોપર્ટી ફેેરનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જ્યાં સાઉથ ઇન્ડિયાભરની પ્રોપર્ટીઝ સરળતાથી મળી રહેશે.

જો તમે પ્રોપર્ટી ખરીદવા માટે સારા મોકાની રાહ જોઈ રહ્યા છો, તો તમારા માટે કામના સમાચાર છે. આગામી 31 ઓક્ટોબર અને 1 નવેમ્બરના રોજ ચેન્નાઈના રોયાપેટ્ટાહ સ્થિત એક્સપ્રેસ એવન્યુ મોલ ખાતે બે દિવસીય મલ્ટી-બેંક એસેટ ફેેર 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી યોજાનારા આ ફેેર દ્વારા પ્રોપર્ટી ખરીદદારો, ઇન્વેસ્ટર્સ અને બિઝનેસમેન માટે SARFAESI એક્ટ હેઠળ વેચાણ માટે ઉપલબ્ધ સુરક્ષિત એસેટ્સ વિશે જાણકારી મેળવવાની શાનદાર તક મળશે. આ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં એક જ જગ્યાએથી અનેક બેંકોની પ્રોપર્ટીઝના વિકલ્પો મળી રહેશે.

આ મેગા ફેེરમાં મુલાકાતીઓ ચેન્નાઈ ઉપરાંત કોઈમ્બતુર, મધુરાઈ, તિરુચિરાપલ્લી, સેલમ, તિરુનેલવેલી, વેલોર, તિરુપ્પુર, ઇરોડ, પુડુચેરી, બેંગલુરુ, હૈદરાબાદ અને કોચી જેવા સાઉથ ઇન્ડિયાના પ્રમુખ શહેરોની રેસિડેન્શિયલ, કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રિયલ પ્રોપર્ટીઝ તેમજ ખાલી પ્લોટની વિગતો મેળવી શકશે. આ ફેેરનું સૌથી મોટું આકર્ષણ એ છે કે અહીં પ્રોપર્ટી ખરીદદારો ભાગ લેનાર બેંકોના પ્રતિનિધિઓને સીધા મળી શકશે. મુલાકાતીઓ રિઝર્વ પ્રાઇસ, એલિજિબિલિટી ક્રાઇટેરિયા, ડોક્યુમેન્ટેશનની જરૂરિયાતો અને વેચાણ પ્રક્રિયા વિશે રૂબરૂ ચર્ચા કરી શકશે.

આ ફેેર માત્ર માહિતી પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે પ્રોપર્ટી ખરીદવાની આખી પ્રોસેસમાં પણ મદદરૂપ બનશે. અહીં વિઝિટર્સ ઈ-ઓક્શન રજીસ્ટ્રેશન, અર્નેસ્ટ મની ડિપોઝિટ (EMD), પ્રોપર્ટી ઇન્સ્પેક્શન, બિડિંગ ગાઇડલાઇન્સ અને પોસ્ટ-ઓક્શન ફોર્માલિટીઝ વિશે માર્ગદર્શન મેળવી શકશે. બેંકના નિયમો અનુસાર પ્રોપર્ટીઝનું વેચાણ ઈ-ઓક્શન અથવા પ્રાઇવેટ ટ્રીટી સેલ દ્વારા કરવામાં આવશે, તેમજ લોન કે ફાઇનાન્સિંગ ઓપ્શન્સ વિશે પણ પ્રાથમિક જાણકારી મળી રહેશે. જો કે, બેંકો કે આયોજકો દ્વારા એવું સૂચન પણ કરવામાં આવ્યું છે કે પ્રોપર્ટી ખરીદતા પહેલા ખરીદદારોએ તમામ કાનૂની અને નાણાકીય બાબતોની ચકાસણી જાતે કરી લેવી હિતાવહ છે.

LATEST ARTICLES