JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

ભાઈના નિધન બાદ અવિવાહિત બહેનને વીમાની રકમ આપવાનો હાઈકોર્ટનો મોટો આદેશ

Oct 29, 2026 | 16:23 | By JAMNAGAR MIRROR
ભાઈના નિધન બાદ અવિવાહિત બહેનને વીમાની રકમ આપવાનો હાઈકોર્ટનો મોટો આદેશ
અલ્લાહાબાદ હાઈકોર્ટે ઓરિયેન્ટલ ઇન્સ્યોરન્સ કંપનીને મોટો ઝટકો આપતા ભાઈના મૃત્યુ બાદ 5 લાખ રૂપિયાનું એક્સિડેન્ટલ ક્લેમ ચૂકવવાનો આદેશ કર્યો છે. વીમા કંપનીએ બહેનને ફેમિલીની વ્યાખ્યામાં ન આવતી હોવાનું કહીને ક્લેમ ફગાવી દીધો હતો, જેને કોર્ટે ફગાવી દીધો છે.

બનેલી ઘટના એવી છે કે 18 ਮੇ 2019 ના રોજ એક રોડ એક્સિડેન્ટમાં યુવકનું મૃત્યુ થયું હતું, જે તેના ઘરનો એકમાત્ર કમાતો સભ્ય હતો. તેની અવિવાહિત બહેને મુખ્યમંત્રી કિસાન એવમ સર્વહિત વીમા યોજના હેઠળ 5 લાખ રૂપિયાના ક્લેમ માટે અરજી કરી હતી. ઓક્ટોબર 2019 માં ઇન્સ્યોરન્સ કંપનીએ એવું કારણ આપીને ક્લેમ રિજેક્ટ કરી દીધો હતો કે યોજનાના નિયમો મુજબ બહેનને ફેમિલી મેમ્બરની વ્યાખ્યામાં સામેલ કરવામાં આવી નથી. આ મામલો બસ્તી જિલ્લા કમિટી સમક્ષ પહોંચ્યો હતો, જ્યાં એસડીએમની રિપોર્ટ બાદ કમિટીએ વીમા કંપનીને પેમેન્ટ કરવાનો આદેશ આપ્યો હતો, છતાં કંપનીએ પોતાની જીદ છોડી ન હતી અને મામલો કોર્ટમાં ગયો હતો.

આ મામલે જસ્ટિસ ગરિમા પ્રશાદ અને જસ્ટિસ પ્રકાશ પાડિયાની ડિવિઝન બેન્ચે મોટો ચૂકાદો આપતા સ્પષ્ટ કર્યું કે જે વ્યક્તિ વીમા માટે કવર્ડ છે અને જે વ્યક્તિ મૃત્યુ પછી નાણાં મેળવવાનો હકદાર છે, બંને અલગ બાબતો છે. કોર્ટે 26 ઓક્ટોબર 2026 ના રોજ આપેલા પોતાના ઓર્ડરમાં ઇન્સ્યોરન્સ કંપનીના રિજેક્શન લેટરને રદ્દ કરી દીધો અને જણાવ્યું કે કાનૂની વારસદાર હોવાના નાતે બહેન આ રકમ મેળવવા માટે સંપૂર્ણપણે હકદાર છે. માત્ર ફેમિલી મેમ્બરની યાદીમાં નામ નથી તેવું બહાનું ધરીને કાનૂની વારસદારને હકથી વંચિત રાખી શકાય નહીં.

હાઈકોર્ટે ઇન્સ્યોરન્સ કંપનીને આદેશ આપ્યો છે કે ચુકાદાની નકલ મળ્યાના 4 સપ્તાહની અંદર 5 લાખ રૂપિયાની રકમ બહેનના ખાતામાં જમા કરવામાં આવે. આ સાથે જ બસ્તીના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને પણ આખી પ્રક્રિયા ઝડપથી પૂરી કરાવવા માટે સૂચના આપવામાં આવી છે. કોર્ટના આ મહત્ત્વપૂર્ણ નિર્ણયથી એવા હજારો પરિવારોને રાહત મળશે જેઓ વીમા કંપનીઓની મનસ્વી વ્યાખ્યાઓ અને નિયમોના કારણે પોતાના હકના નાણાંથી વંચિત રહી જાય છે.

LATEST ARTICLES