JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

EDની મોટી કાર્યવાહી, સપા નેતા આઝમ ખાનની 1170 કરોડની જૌહર યુનિવર્સિટી જપ્ત

Oct 29, 2026 | 16:23 | By JAMNAGAR MIRROR
EDની મોટી કાર્યવાહી, સપા નેતા આઝમ ખાનની 1170 કરોડની જૌહર યુનિવર્સિટી જપ્ત
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મની લોન્ડરિંગ કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના રામપુરમાં આવેલી મોહમ્મદ અલી જૌહર યુનિવર્સિટીની જમીન અને ઈમારતો જપ્ત કરવામાં આવી છે, જેનું બજાર મૂલ્ય અંદાજે રૂૂ. 1170 કરોડ થાય છે.

ઉત્તર પ્રદેશના રાજકારણમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બુધવારે સપાના કદાવર નેતા અને પૂર્વ મંત્રી આઝમ ખાન વિરુદ્ધ ચાલી રહેલા મની લોન્ડરિંગ કેસમાં મોટી કાર્યવાહી કરી છે. એજન્સીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ રામપુરમાં આવેલી પ્રખ્યાત મોહમ્મદ અલી જૌહર યુનિવર્સિટીની જમીન અને વિશાળ ઈમારતોને જપ્ત (એટેચ) કરી લીધી છે. આ જપ્ત કરાયેલી સંપત્તિનું વર્તમાન બજાર મૂલ્ય અંદાજે રૂૂ. 1,170 કરોડ જેટલું આંકવામાં આવ્યું છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

આ યુનિવર્સિટી અને તેનો આખો કેમ્પસ મૌલાના મોહમ્મદ અલી જૌહર ટ્રસ્ટની માલિકી હેઠળ આવે છે, જેની સ્થાપના ખુદ આઝમ ખાને કરી હતી અને તેઓ તેના માનદ ચાન્સેલર તરીકે વહીવટ સંભાળે છે. EDની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે કે આ ખાનગી યુનિવર્સિટીના વિકાસ માટે સરકારી ભંડોળ, બાંધકામ સામગ્રી અને અન્ય જાહેર સંસાધનોનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. એજન્સીના દાવા મુજબ કેમ્પસના બાંધકામ પાછળ થયેલા ખર્ચનો મોટો હિસ્સો કાયદેસરના સ્ત્રોતોથી સાબિત થઈ શક્યો નથી અને રૂૂ. 426.46 કરોડની રકમને ગુનામાંથી મેળવેલી કમાણી તરીકે ગણાવવામાં આવી છે.

તપાસ એજન્સીએ જણાવ્યું છે કે કુલ ખર્ચમાંથી માત્ર રૂૂ. 72.63 કરોડ જ કાયદેસરના માધ્યમથી સ્પષ્ટ થઈ શક્યા છે, જ્યારે ટ્રસ્ટ દ્વારા મૂડી ખર્ચ તરીકે દેખાડવામાં આવેલા રૂૂ. 12.29 કરોડના ડોનેશન પણ બનાવટી હોવાનું બહાર આવ્યું છે. પબ્લિક વર્ક્સ માટે ફાળવાયેલું સરકારી ફંડ યુનિવર્સિટી તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું અને સરકારી પ્રોજેક્ટ્સ મેળવનાર કોન્ટ્રાક્ટરો દ્વારા તે રકમ ફેરવીને ફરીથી ટ્રસ્ટને ડોનેશન રૂપે પહોંચાડવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. હાલ આ મામલે આગળની કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે.

LATEST ARTICLES