JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

ઇઝરાયેલની ચૂંટણીમાં હાઈવોલ્ટેજ ડ્રામા, PM નેતન્યાહૂએ લગાવ્યા વોટચોરીના ગંભીર આક્ષેપો

Oct 29, 2026 | 16:22 | By JAMNAGAR MIRROR
ઇઝરાયેલની ચૂંટણીમાં હાઈવોલ્ટેજ ડ્રામા, PM નેતન્યાહૂએ લગાવ્યા વોટચોરીના ગંભીર આક્ષેપો
ઇઝરાયેલમાં સંસદીય ચૂંટણીના 85.6 ટકા મતોની ગણતરી છતાં કોઈ સ્પષ્ટ વિજેતા સામે આવ્યો નથી અને બહુમતીનો આંકડો દૂર છે. આ મડાગાંઠ વચ્ચે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની પાર્ટીએ આરબ પક્ષો પર ચૂંટણી ચોરી કરવાનો અને ગેરરીતિ આચરવાનો મોટો દાવો કર્યો છે. જોકે, પોલીસે સ્પષ્ટતા કરી છે કે આવા આક્ષેપોને સમર્થન આપે તેવા કોઈ પુરાવા મળ્યા નથી.

ઇઝરાયેલમાં હાલ રાજકીય માહોલ ગરમાયો છે કારણ કે સંસદીય ચૂંટણીમાં અત્યાર સુધીમાં 85.6 ટકા મતોની ગણતરી થઈ ચૂકી છે છતાં કોઈ સ્પષ્ટ વિજેતા સામે આવ્યો નથી. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂનું જૂથ 53 બેઠકો ધરાવે છે જ્યારે વિરોધ પક્ષોનું ગઠબંધન 48 બેઠકો પર છે, અને બંનેમાંથી કોઈ પણ પક્ષ સંસદીય બહુમતી માટે જરૂરી 61 બેઠકોના જાદુઈ આંકડા સુધી પહોંચી શક્યા નથી. આ ચૂંટણીમાં આરબ પક્ષો પાસે 19 બેઠકો છે, જેના કારણે રાજકીય ચિત્ર અત્યંત રસપ્રદ બની ગયું છે અને દેશના રાષ્ટ્રપતિ આઈઝેક હરઝોગે પણ વારંવાર ચૂંટણી યોજવાની નોબત ટાળવા પર ભાર મૂક્યો છે.

આ ચૂંટણી પરિણામોની અનિશ્ચિતતા વચ્ચે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની લિકુડ પાર્ટીએ બુધવારે એકસ પર પોસ્ટ કરીને મોટો ધડાકો કર્યો હતો કે આરબ પક્ષો દ્વારા સામાન્ય ચૂંટણી ચોરી કરવામાં આવી છે. લિકુડ પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે આરબ મતદાન મથકો પર લાંચ, ધમકીઓ, હિંસા, મતદારોની છેતરપિંડી, બનાવટી અને પ્રતિબંધિત સોફ્ટવેરના ઉપયોગ જેવા ગંભીર ગુનાહિત કૃત્યો કરીને યહૂદી રાજ્યને નબળું પાડવામાં આવ્યું છે. પાર્ટીએ પોલીસ, શિન બેટ અને કેન્દ્રીય ચૂંટણી સમિતિને આ કથિત ગુનાઓની ફોજદારી તપાસ કરવા અને પરિણામોને આખરી ઓપ આપતા પહેલાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

બીજી બાજુ, લિકુડ પાર્ટીના આ તમામ ગંભીર આક્ષેપો સામે ઇઝરાયેલ પોલીસે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે વોટચોરી કે ગેરરીતિના આક્ષેપોના સમર્થનમાં હાલ કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. પોલીસના રિપોર્ટ મુજબ મતદાનની તટસ્થતાને અસર કરે તેવી અસામાન્ય ઘટનાઓ ગત ચૂંટણીની સરખામણીએ પણ ખૂબ જ ઓછી નોંધી શકાઈ છે. હાલ તો જ્યાં સુધી પોલીસ અને તપાસ એજન્સીઓ આ મામલે કોઈ અંતિમ નિષ્કર્ષ પર ન પહોંચે, ત્યાં સુધી ઇઝરાયેલની રાજકીય સત્તાની આ રમત કઈ દિશામાં આગળ વધશે તે જોવું રહ્યું.

LATEST ARTICLES