JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સ્પોર્ટ્સ

IPLમાં સ્પોર્ટ્સ જાયન્ટ નાઇકીની ધમાકેદાર વાપસી, મુંબઈ ઇન્ડિયન્સ સાથે કરી મોટી ડિલ

Oct 29, 2026 | 14:06 | By JAMNAGAR MIRROR
IPLમાં સ્પોર્ટ્સ જાયન્ટ નાઇકીની ધમાકેદાર વાપસી, મુંબઈ ઇન્ડિયન્સ સાથે કરી મોટી ડિલ
લોકપ્રિય સ્પોર્ટ્સ બ્રાન્ડ નાઇકીએ લાંબા સમય બાદ આઈપીએલમાં એન્ટ્રી કરી લીધી છે. મુંબઈ ઇન્ડિયન્સ સાથે આગામી 2027થી શરૂ થનારી મલ્ટી-યર પાર્ટનરશિપ હેઠળ નાઇકી મેન્સ અને વિમેન્સ બંને ટીમો માટે કિટ સપ્લાય કરશે.

21 ઓક્ટોબરે સામે આવેલા મોટા સમાચાર મુજબ, સ્પોર્ટ્સ જગતની દિગ્ગજ કંપની નાઇકીએ મુંબઈ ઇન્ડિયન્સ સાથે હાથ મિલાવ્યા છે. આ નવી પાર્ટનરશિપ હેઠળ નાઇકી 2027થી મુંબઈ ઇન્ડિયન્સની મેન્સ અને વિમેન્સ ટીમો માટે કિટ તૈયાર કરશે. આ ડીલ સાથે જ નાઇકીએ આઈપીએલની દુનિયામાં આશરે 18 વર્ષ પછી જોરદાર વાપસી કરી છે. આ અગાઉ વર્ષ 2008માં નાઇકીએ ડેક્કન ચાર્જર્સ ટીમ માટે કિટ ડિલ કરી હતી, પરંતુ ત્યારબાદ લાંબો સમય સુધી આ બ્રાન્ડ આઈપીએલથી દૂર રહી હતી. હવે મુંબઈ ઇન્ડિયન્સની જર્સી પર ફરી એકવાર આઇકોનિક નાઇકી સ્વોશ જોવા મળશે, જેને લઈને ફેન્સમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અગાઉ મુંબઈ ઇન્ડિયન્સ સાથે પરફોર્મૈક્સ એક્ટિવવેર (2019-2024) અને સ્કેચર્સ (2024-2026) જેવી બ્રાન્ડ્સ જોડાયેલી હતી. ખાસ વાત એ છે કે નાઇકી અગાઉ 2006થી 2020 સુધી ભારતીય મેન્સ ક્રિકેટ ટીમની પણ પ્રિન્સિપાલ કિટ સ્પોન્સર રહી ચૂકી છે, જેમાં ડિસેમ્બર 2005માં આ બ્રાન્ડ આઉટબિડ કરીને 195 કરોડ રૂપિયામાં આ અધિકાર મેળવ્યો હતો અને 2016માં તો આ ડીલ આશરે 370 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. જોકે, આઇપીએલમાં લાંબા સમય સુધી નાઇકીના દૂર રહેવા પાછળ બજારની અપરિપક્વતા, માર્કેટ ડાયનેમિક્સ અને જર્સીની ઊંચી કિંમતો જેવા મુખ્ય કારણો જવાબદાર હતા, કારણ કે ભારતીય ફેન્સ માટે 5000 રૂપિયાની પ્રીમિયમ જર્સી ખરીદવી યુરોપિયન ફૂટબોલ ફેન્સની જેમ સરળ નથી હોતી.

બિઝનેસ અને માર્કેટ એક્સપર્ટ્સના મતે, હવે ભારતમાં સ્પોર્ટ્સ મર્ચેન્ડાઈઝની ડિમાન્ડ ખૂબ વધી રહી છે અને બજાર પણ ઘણું મેચ્યોર થયું છે. નાઇકીની આ વાપસી માત્ર ભારતીય બજાર પ્રત્યેની તેમની ગંભીરતા નથી દર્શાવતી, પરંતુ ગ્લોબલ કમ્પીટિટર એડિડાસ સામે પોતાની ઉપસ્થિતિ નોંધાવવાનો મોટો સંકેત પણ છે. આ વખતે બિઝનેસને ધ્યાનમાં રાખીને બ્રાન્ડ કદાચ પોકેટ-ફ્રેન્ડલી રેન્જ પણ લાવશે જેથી ફેન્સ માટે 999 કે 1499 રૂપિયા જેવા પોષણક્ષમ ભાવમાં પ્રોડક્ટ્સ મળી રહે. મુંબઈ ઇન્ડિયન્સના આ નવા ગિયર ટૂંક સમયમાં જ આગામી સિઝન પહેલા લોન્ચ કરવામાં આવશે, જેનાથી મેદાન પર ખેલાડીઓની પર્ફોર્મન્સ ક્વોલિટીની સાથે ફેન્સનો અનુભવ પણ શાનદાર બનશે.

LATEST ARTICLES