JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

સરકારમાં યુવા પ્રતિભાઓની ભાગીદારી વધશે, CM ફેલોશિપની સંખ્યા વધારાઈ

Oct 29, 2026 | 15:40 | By JAMNAGAR MIRROR
સરકારમાં યુવા પ્રતિભાઓની ભાગીદારી વધશે, CM ફેલોશિપની સંખ્યા વધારાઈ
ગુજરાત સરકારે વહીવટી તંત્રમાં યુવાનોની ભાગીદારી વધારવા માટે સરદાર પટેલ ગુડ ગવર્નન્સ ફેલોશિપનો વ્યાપ વધાર્યો છે. ફેલોની સંખ્યા 41થી વધારીને 47 અને પ્રોજેક્ટ્સની સંખ્યા 20થી વધારીને 45 કરવામાં આવી છે, જેમાં શિક્ષણ, આરોગ્ય અને કૃષિ જેવા મહત્વના ક્ષેત્રોનો સમાવેશ કરાયો છે.

ગાંધીનગરમાં ગુજરાત સરકારે રાજ્યના વહીવટી તંત્રમાં યુવા પ્રતિભાઓની ભાગીદારી વધુ મજબૂત બનાવવા માટે એક મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સરદાર પટેલ ગુડ ગવર્નન્સ ફેલોશિપ કાર્યક્રમનો વ્યાપ વિસ્તારવામાં આવ્યો છે, જેનાથી ઉત્સાહી યુવાનોને સરકાર સાથે કામ કરવાની સુવર્ણ તક મળશે. આ પહેલનો મુખ્ય હેતુ સરકારી યોજનાઓના અમલીકરણમાં સુધારો લાવવાનો, નીતિગત સંશોધન કરવાનો અને વહીવટી કાર્યક્ષમતામાં વધારો કરવાનો છે.

આ વિસ્તૃત કાર્યક્ષેત્રમાં શિક્ષણ, આરોગ્ય, પોષણ, કૃષિ, સામાજિક વિકાસ, શહેરી વહીવટ અને પર્યાવરણ જેવા મહત્ત્વના ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે. આ યોજના હેઠળ ફેલોની સંખ્યા 41થી વધારીને 47 અને પ્રોજેક્ટ્સની સંખ્યા 20થી વધારીને 45 કરાઈ છે. આ સાથે બાળકોના વિકાસ માટે આંગણવાડી સેવાઓ, પોષણ, એનિમિયા ઘટાડવા અને PM POSHAN જેવી યોજનાઓ પર અભ્યાસ થશે. આરોગ્ય ક્ષેત્રે PMJAY-MA યોજનાના પડકારો અને કૃષિ ક્ષેત્રે કુદરતી ખેતીમાં આવતી મુશ્કેલીઓનો અભ્યાસ કરવામાં આવશે, જ્યારે શહેરી વિકાસ માટે રાજકોટ અને ભાવનગર જેવા શહેરોમાં નાગરિક સેવાઓ સુધારવા અને કચરાના રિસાયક્લિંગ પર પ્રોજેક્ટ્સનો સમાવેશ કરાયો છે.

રાજ્યના સામાન્ય વહીવટી વિભાગના નવા ઠરાવ મુજબ પ્રખ્યાત સંસ્થા IIM અમદાવાદ આ સમગ્ર કાર્યક્રમમાં નોલેજ પાર્ટનર તરીકે ભૂમિકા ભજવશે. આ ફેલોશિપ અંતર્ગત સંશોધન અને ડેટા એનાલિસિસની સમજ ધરાવતા યુવાનોને 1થી 2 વર્ષ માટે સરકાર સાથે જોડવામાં આવશે. આ યુવાનો વિવિધ વિભાગો સાથે રહીને સરકારી યોજનાઓની કામગીરીનું મૂલ્યાંકન કરશે અને વહીવટી પ્રક્રિયાઓમાં વ્યવહારુ સુધારા માટે પોતાની ઉપયોગી ભલામણો સરકારને સુપરત કરશે.

LATEST ARTICLES