JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગમાં જર્મની, જાપાન અને ચીન બનશે વૈશ્વિક લીડર્સ, ન્વીડિયાના CEO જેસન હુઆંગનું મોટું નિવેદન

Oct 29, 2026 | 15:45 | By JAMNAGAR MIRROR
એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગમાં જર્મની, જાપાન અને ચીન બનશે વૈશ્વિક લીડર્સ, ન્વીડિયાના CEO જેસન હુઆંગનું મોટું નિવેદન
ન્વીડિયાના CEO જેસન હુઆંગે એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ અને ટેકનોલોજી ક્ષેત્રે જર્મની, જાપાન અને ચીનને સૌથી આગળ ગણાવ્યા છે. યુએસના પ્રતિબંધો છતાં ચીન પોતાના સેમિકન્ડક્ટર સેક્ટરને મજબૂત કરી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.

બર્લિનમાં જર્મન ચાન્સેલર ફ્રિડריך મેર્ઝ સાથેની ચર્ચા દરમિયાન દુનિયાના દિગ્ગજ ટેક લીડર અને ન્વીડિયાના CEO જેસન હુઆંગે ટેકનોલોજી અને મેન્યુફેક્ચરિંગનું ભવિષ્ય કેવું હશે તેની મોટી ભવિષ્યવાણી કરી છે. છેલ્લા 50 વર્ષોમાં અમેરિકાએ પોતાની હેવી મેન્યુફેક્ચરિંગ અને ક્રાફ્ટનું કામ ચીન જેવા દેશો તરફ શિફ્ટ કરી દીધું છે, જેના કારણે આજે વૈશ્વિક સ્તરે મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રમાં માત્ર 3 જ દેશો સૌથી મજબૂત સ્થિતિમાં છે. જેસન હુઆંગના મતે આ લિસ્ટમાં જર્મની, જાપાન અને ચીનનું નામ ટોચ પર છે, જેઓ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન સાથે ડિજિટલ ટેકનોલોજી અને કમ્પ્યુટિંગને શ્રેષ્ઠ રીતે જોડી રહ્યા છે.

આ ત્રણેય દેશો આગળ રહેવા પાછળનું મુખ્ય કારણ તેમની મજબૂત ટેકનિકલ પૃષ્ઠભૂમિ છે, જેમાં જર્મની અને જાપાન પાસે વર્ષોનો ઔદ્યોગિક અનુભવ છે, તો બીજી તરફ ચીને પોતાના આર્થિક પરિવર્તન સાથે જ કમ્પ્યુટર ઇન્ડસ્ટ્રીનો વિકાસ કરી લીધો છે. ચીન આજે દુનિયાનો એકમાત્ર એવો દેશ છે જે મેન્યુફેક્ચરિંગ અને કમ્પ્યુટર સાયન્સ બંને ક્ષેત્રે ઊંડાણપૂર્વક સક્ષમ છે અને બંને ક્ષેત્રોમાં સમાન રીતે આગળ વધી રહ્યો છે. આ ઉપરાંત, અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટ્રેડ અને એક્સપોર્ટ રેસ્ટ્રિક્શન્સને કારણે ચીને પોતાની ડોમેસ્ટિક સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ક્ષમતા વધારવા માટેના પ્રયાસોને વધુ વેગ આપ્યો છે, જેણે ચીનને ચીપ મેકિંગમાં વધુ આત્મનિર્ભર બનાવ્યું છે.

જોકે ચીન પોતાની ડોમેસ્ટિક સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીને મજબૂત કરી રહ્યું છે છતાં અમેરિકન ટેક કંપનીઓ વૈશ્વિક સ્તરે કોઈપણ સ્પર્ધાનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI અને એડવાન્સ્ડ ચિપ્સની રેસમાં ભલે સ્પર્ધા વધી ગઈ હોય, પરંતુ અમેરિકન ટેક કંપનીઓ ગ્લોબલ માર્કેટમાં ટક્કર આપવા સક્ષમ છે. જેસન હુઆંગના આ નિવેદને સાબિત કરી દીધું છે કે આગામી સમયમાં ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ અને એડવાન્સ્ડ ટેકનોલોજીનું ભવિષ્ય આ દેશોની આસપાસ જ ફરતું રહેશે.

LATEST ARTICLES