JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
મનોરંજન

બોલિવુડની સુંદર અભિનેત્રી કૃતિ ખરબંદા ઉજવી રહી છે જન્મદિવસ, જાણો તેની નેટવર્થ અને લાઈફસ્ટાઈલ

Oct 29, 2026 | 11:55 | By JAMNAGAR MIRROR
બોલિવુડની સુંદર અભિનેત્રી કૃતિ ખરબંદા ઉજવી રહી છે જન્મદિવસ, જાણો તેની નેટવર્થ અને લાઈફસ્ટાઈલ
મોડલિંગથી કારકિર્દીની શરૂઆત કરીને સાઉથ અને બોલિવુડમાં પોતાની ઓળખ બનાવનાર કૃતિ ખરબંદા આજે પોતાનો 36મો જન્મદિવસ મનાવી રહી છે. જ્વેલરી ડિઝાઈનરથી લઈને કરોડપતિ અભિનેત્રી બનવા સુધીની તેની સફર ઘણી રસપ્રદ રહી છે.

બોલિવુડની ખૂબસૂરત અભિનેત્રી કૃતિ ખરબંદાની ફિલ્મી સફર કોઈ ફિલ્મી કહાનીથી કમ નથી. ક્યારેય એવું નહોતું વિચાર્યું કે તે ક્યારેય અભિનેત્રી બનશે, પરંતુ નસીબ તેને ફિલ્મી દુનિયામાં ખેંચી લાવ્યું અને આજે તે કરોડો ચાહકોના દિલ પર રાજ કરી રહી છે. અભિનયના ક્ષેત્રમાં પગ મૂકતા પહેલા તેણે મોડલિંગથી પોતાની કેરિયરની શરૂઆત કરી હતી અને હિન્દી સિનેમામાં આવતા પહેલા તેણે તેલુગુ તેમજ કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. ખાસ વાત એ છે કે અભિનેત્રી બનવા ઉપરાંત કૃતિએ જ્વેલરી ડિઝાઈનિંગમાં ડિપ્લોમાનો અભ્યાસ પણ કર્યો છે અને તે આજે એક સફળ જ્વેલરી ડિઝાઈનર પણ છે.

આજે 29 ઓક્ટોબરના રોજ કૃતિ ખરબંદા પોતાનો 36મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ કૃતિની કુલ સંપત્તિ અંદાજે 41 કરોડ રૂપિયા જેટલી છે. તે એક ફિલ્મ માટે અંદાજે 80 લાખ રૂપિયાથી લઈને 3 થી 4 કરોડ રૂપિયા સુધીનો ચાર્જ વસૂલે છે. આ ઉપરાંત બ્રાન્ડ પ્રમોશન અને જાહેરાતો દ્વારા પણ તે મોટી કમાણી કરે છે, જેના માટે તે 70 થી 80 લાખ રૂપિયા લે છે. લાઈફસ્ટાઈલની વાત કરીએ તો તેની પાસે મુંબઈ ઉપરાંત બેંગ્લોરમાં પણ એક લક્ઝરી એપાર્ટમેન્ટ છે. કાર કલેક્શનમાં તેની પાસે રેન્જ રોવર અને ઓડી જેવી શાનદાર લક્ઝરી કાર છે, જ્યારે તેના પતિ પુલકિત સમ્રાટ સાથે મળીને તેમની સંયુક્ત નેટવર્થ લગભગ 82 કરોડ રૂપિયા છે.

કૃતિની પર્સનલ લાઈફ પણ ઘણી ચર્ચામાં રહી છે. વર્ષ 2018માં તેની મુલાકાત અભિનેતા પુલકિત સમ્રાટ સાથે થઈ હતી અને વર્ષ 2019થી બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા. આ કપલે 'વીરે કી વેડિંગ', 'પાગલપંતી' અને 'તૈશ' જેવી ફિલ્મોમાં સાથે સ્ક્રીન પણ શેર કરી છે. લગભગ 5 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ આ જોડીએ 2024માં સગાઈ કરી અને અંતે 15 માર્ચ 2024ના રોજ હરિયાણાના માનેસરમાં પરંપરાગત હિન્દુ વિધિથી લગ્ન કરીને જીવનના નવા અધ્યાયની શરૂઆત કરી હતી.

LATEST ARTICLES