JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

1લી નવેમ્બરથી બદલાશે ગેસ સિલિન્ડરના નિયમો, બુકિંગ અને સબસિડી બાબતે જાણી લો આ જરૂરી વાતો

Oct 29, 2026 | 11:30 | By JAMNAGAR MIRROR
1લી નવેમ્બરથી બદલાશે ગેસ સિલિન્ડરના નિયમો, બુકિંગ અને સબસિડી બાબતે જાણી લો આ જરૂરી વાતો
જો તમારા ઘરે પણ LPG સિલિન્ડર કે PNG કનેક્શન વપરાતું હોય તો આગામી 1લી નવેમ્બર, 2026થી લાગુ થનારા નવા નિયમો વિશે અગાઉથી જાણી લેવું ખૂબ જ જરૂરી છે. ઓઈલ કંપનીઓ દ્વારા કિંમતોની સમીક્ષાથી લઈને આધાર ઈ-KYC, બુકિંગનો સમય અને ડિલિવરી માટેનો OTP વગેરે બાબતોમાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે.

જો તમારા ઘરનું રસોડું ગેસ સિલિન્ડર કે પાઈપ્ડ નેચરલ ગેસ એટલે કે PNG પર ચાલે છે, તો આ સમાચાર તમારા માટે કામના છે. આગામી 1લી નવેમ્બર, 2026થી દેશભરમાં LPG સિલિન્ડરના બુકિંગ, ડિલિવરી વેરિફિકેશન, સબસિડી અને આધાર ઈ-KYC સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ નિયમો અમલમાં આવવા જઈ રહ્યા છે. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની 1લી તારીખે ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોની સમીક્ષા કરતી હોય છે, ત્યારે આ વખતે પણ નવા નિયમો ગ્રાહકોના બજેટ અને ગેસ વાપરવાની પદ્ધતિ પર સીધી અસર કરશે.

નવા નિયમો અનુસાર દર મહિનાની જેમ આ વખતે પણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતના આધારે ગેસના ભાવ નક્કી થશે, જેની સીધી અસર હોટલ, ઢાબા અને રેસ્ટોરન્ટમાં વપરાતા 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડર તેમજ ઘરેલું સિલિન્ડર પર પડશે. આ ઉપરાંત, જો તમારે સરકાર તરફથી મળતી LPG સબસિડીનો લાભ સતત ચાલુ રાખવો હોય, તો બાયોમેટ્રિક આધાર ઈ-KYC કરાવવું ફરજિયાત છે. આ પ્રક્રિયા માટે ગ્રાહકોએ ગેસ એજન્સીના ધક્કા ખાવાની જરૂર નથી, પરંતુ Indane ના ગ્રાહકો 'IndianOil ONE' એપ, Bharatgas ના ગ્રાહકો 'HelloBPCL' એપ અને HP Gas ના ગ્રાહકો 'HP PAY' એપ દ્વારા ઘરે બેઠા જ ઈ-KYC પૂરું કરી શકે છે, જોકે અગાઉ આ પ્રક્રિયા કરાવી ચૂકેલા લોકોએ ફરીથી કરવાની જરૂર નથી.

સિલિન્ડરના બુકિંગ અને ડિલિવરીને વધુ સુરક્ષિત બનાવવા માટે સિસ્ટમમાં કડકાઈ કરવામાં આવી છે, જેના અંતર્ગત શહેરી કે ગ્રામીણ ગ્રાહકો અગાઉના બુકિંગના પૂરા 25 દિવસ પછી જ નવા રિફિલ માટે બુકિંગ કરી શકશે. એટલું જ નહીં, સિલિન્ડરની ડિલિવરી વખતે ગ્રાહકની ઓળખ ચકાસવા માટે 'ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ' એટલે કે OTP આપવો ફરજિયાત રહેશે, જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવશે. બીજી તરફ, જેમના ઘરે નવું PNG કનેક્શન આવી ગયું છે તેમણે નિયમ મુજબ 30 દિવસની અંદર જૂનું ઘરેલું LPG કનેક્શન પરત કરવું પડશે અથવા તેને ટ્રાન્સફર વાઉચરમાં ફેરવવું પડશે, કારણ કે PNG કનેક્શનવાળા ઘરોમાં LPG સિલિન્ડર રાખવાની મંજૂરી નથી.

LATEST ARTICLES