JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

વોટિંગ રાઈટ છીનવવાનું મોટું પ્લાનિંગ છે, વોટર લિસ્ટના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનને લઈને કોંગ્રેસનો મોટો આરોપ

Oct 29, 2026 | 12:05 | By JAMNAGAR MIRROR
વોટિંગ રાઈટ છીનવવાનું મોટું પ્લાનિંગ છે, વોટર લિસ્ટના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનને લઈને કોંગ્રેસનો મોટો આરોપ
વોટર લિસ્ટના રિવિઝનને લઈને કોંગ્રેસે પીએમ મોદી અને હોમ મિનિસ્ટર અમિત શાહ પર ગંભીર આરોપ લગાવ્યા છે. પાર્ટીએ દાવો કર્યો છે કે આ પ્રક્રિયા દેશના નાગરિકોના વોટિંગ રાઈટ છીનવવાનું એક ષડયંત્ર છે અને ચીફ ઇલેક્શન કમિશનરે પદ પરથી હટવું જોઈએ.

દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીએ વોટર લિસ્ટના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) મુદ્દે કેન્દ્ર સરકાર અને ઇલેક્શન કમિશન પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે કે આખો પ્લાન પીએમ નરેન્દ્ર મોદી અને હોમ મિનિસ્ટર અમિત શાહ દ્વારા ઘડવામાં આવ્યો હતો અને તેને ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમાર દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો છે. પાર્ટીનું કહેવું છે કે આ પ્રક્રિયા પાછળનો હેતુ સામાન્ય ભારતીયોના બંધારણીય વોટિંગ રાઈટ છીનવી લેવાનો છે, જેથી મોટા પ્રમાણમાં લોકો મતદાનથી વંચિત રહી જાય.

કોંગ્રેસ દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ કર્ણાટક, ઝારખંડ, મેઘાલય, કેરળ, ગોવા અને મિઝોરમ જેવા 6 રાજ્યોમાં આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જ્યાં અંદાજે 10 કરોડ લોકો આ પ્રક્રિયામાંથી પસાર થયા હતા. આટલા મોટા વ્યાપક સર્વે બાદ માત્ર 1600 જેટલા શંકાસ્પદ વિદેશી નાગરિકો જ મળી આવ્યા હોવાનો દાવો થયો છે, જે કુલ મતદારો સામે ખૂબ જ નહિવત આંકડો છે. કર્ણાટકનું ઉદાહરણ આપતા જણાવવામાં આવ્યું કે ત્યાં 99.7 લાખ નામ ડિલીટ કરવામાં આવ્યા અને માત્ર 716 વિદેશી નાગરિકો જ પકડાયા, જેમાંથી 545 તો માત્ર નેપાળના છે. આ મુદ્દે ઇલેક્શન કમિશન અને સુપ્રીમ કોર્ટમાં પણ રજૂઆતો થઈ છે, જ્યારે કમિશનના અન્ય સભ્યો દ્વારા પણ આ પ્રક્રિયા સામે વાંધા ઉઠાવવામાં આવ્યા હોવાની ચર્ચા છે.

આ ગંભીર વિવાદ વચ્ચે કોંગ્રેસે પોતાની માંગણીઓ દોહરાવતા કહ્યું છે કે ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમારે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ, એસઆઈઆર પ્રક્રિયા તાત્કાલિક સસ્પેન્ડ થવી જોઈએ અને ઈસીનેટ પોર્ટલને સંપૂર્ણપણે રીવૅમ્પ કરવામાં આવે. પાર્ટીએ અગાઉ પણ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા ઇલેક્શન કમિશનના એફિડેવિટને ભ્રામક ગણાવ્યું હતું. જોકે, ચૂંટણી પંચે તેનો બચાવ કરતા કહ્યું છે કે આ કાયદેસરની પ્રક્રિયા છે અને સંસ્થામાં ચર્ચા દરમિયાન અલગ-અલગ મત હોવા સામાન્ય બાબત છે, પરંતુ આ વિવાદ આગામી સમયમાં રાજકારણમાં વધુ ગરમાવો લાવે તે નક્કી છે.

LATEST ARTICLES