JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

નોકરીયાતોની બચત હવે સ્ટાર્ટઅપ્સ અને ગ્રોથ ફંડમાં રોકાશે, EPFO લાવી રહી છે નવા નિયમો

Oct 29, 2026 | 12:05 | By JAMNAGAR MIRROR
નોકરીયાતોની બચત હવે સ્ટાર્ટઅપ્સ અને ગ્રોથ ફંડમાં રોકાશે, EPFO લાવી રહી છે નવા નિયમો
કર્મચારી ભવિષ્ય નિનિધિ સંગઠન એટલે કે EPFO હવે તેના રોકાણના પોર્ટફોલિયોમાં મોટો બદલાવ કરવા જઈ રહ્યું છે. સરકારની મંજૂરી મળ્યાના 5 વર્ષ બાદ EPFO હવે સ્ટાર્ટઅપ્સ અને ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સમાં રોકાણ કરવા માટે ખાસ ગાઈડલાઈન્સ તૈયાર કરી રહી છે, જેનાથી રિટાયર્ડ કર્મચારીઓના ફંડને વધુ વળતર મળી શકે.

નોકરીયાતોના પીએફના પૈસાનું સંચાલન કરતી સંસ્થા EPFO હવે રોકાણના મામલે એક મોટું અને નવું પગલું ભરવા જઈ રહી છે. પરંપરાગત ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ સિવાય હવે નોકરીયાતોની બચતને હાઈ-ગ્રોથ એસેટ ક્લાસ અને સ્ટાર્ટઅપ્સમાં રોકવા માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ દિશામાં કામ કરતા EPFO દ્વારા ટૂંક સમયમાં જ ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ એટલે કે AIFs માં રોકાણ કરવા માટેની નવી ગાઈડલાઈન્સ ફાઇનલ કરવામાં આવી રહી છે, જે અંતર્ગત વાર્ષિક નવા રોકાણના 3% સુધીની રકમ આ ફંડ્સમાં ફાળવવામાં આવી શકે છે.

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) ની ઇન્વેસ્ટમેન્ટ કમિટીની બેઠકમાં કેટેગરી I અને કેટેગરી II ના AIFs માં રોકાણ કરવાના પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસ્તાવને હવે આગામી નવેમ્બર મહિનામાં લેબર મિનિસ્ટર મનસુખ માંડવિયાની અધ્યક્ષતાવાળી સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ સમક્ષ રજૂ કરવામાં આવશે. શરુઆતના તબક્કામાં EPFO દ્વારા નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ અને સિડબીના સ્ટાર્ટઅપ ઇન્ડિયા ફંડ ઓફ ફંડ્સ 2.0 જેવા સંસ્થાકીય માધ્યમો દ્વારા રોકાણ કરવાનું વિચારવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે EPFO હાલમાં આશરે 30 કરોડ મેમ્બર્સના અંદાજે 30 લાખ કરોડ રૂપિયાના રિટાયર્ડ સેવિંગ્સનું મેનેજમેન્ટ કરે છે.

નાણા મંત્રાલયના નિયમો મુજબ EPFO તેની વાર્ષિક નવી આવકના 5% સુધીની રકમ એસેટ-બેઝ્ડ અને ટ્રસ્ટ-સ્ટ્રક્ચર્ડ રોકાણમાં લગાવી શકે છે, પરંતુ હજી સુધી તેણે SEBI-નિયંત્રિત કેટેગરી I અને કેટેગરી II ના AIFs માં રોકાણ કર્યું નથી. આ પ્રસ્તાવિત ફ્રેમવર્ક હેઠળ રોકાણકારોના સુરક્ષા માટે કેટલાક કડક નિયમો પણ રખાયા છે, જેમાં ઓછામાં ઓછું 100 કરોડ રૂપિયાનું ફંડ કોર્પસ, ઇન્ડિવિજ્યુઅલ ફંડ એક્સપોઝર પર લિમિટ, વિદેશી કંપનીઓમાં રોકાણ પર પ્રતિબંધ અને ફંડ મેનેજરની સ્વતંત્રતા જેવા સુરક્ષાત્મક પગલાં સામેલ છે. કેટેગરી I ના ફંડ્સ મુખ્યત્વે સ્ટાર્ટઅપ્સ, નાના બિઝનેસ અને વેન્ચર કેપિટલને સપોર્ટ કરે છે, જ્યારે કેટેગરી II માં પ્રાઇવેટ ઇક્વિટી અને રિયલ એસ્ટેટ ફંડ્સનો સમાવેશ થાય છે.

LATEST ARTICLES