JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

ભારતનું ડિપટેક સપનું હજુ પણ વિદેશી આયાત પર નિર્ભર, ચિપ્સ અને બેટરી માટે રાહ જોવી પડે છે મહિનાઓ

Oct 29, 2026 | 08:06 | By JAMNAGAR MIRROR
ભારતનું ડિપટેક સપનું હજુ પણ વિદેશી આયાત પર નિર્ભર, ચિપ્સ અને બેટરી માટે રાહ જોવી પડે છે મહિનાઓ
બેંગલુરુની સ્ટાર્ટઅપ્સ કંપનીઓ અત્યારે વિદેશી આયાત પર મોટા પ્રમાણમાં નિર્ભર છે. ચિપ્સ, બેટરી સેલ અને ખાસ મટિરિયલ્સ સમયસર ન મળવાને કારણે રોકેટ અને સ્પેસ ટેકનોલોજીના પ્રોજેક્ટ્સ પર બ્રેક વાગી રહી છે અને ડેવલપમેન્ટ ટાઇમલાઇન ખોરવાઈ ગઈ છે.

ભારતની ટેકનોલોજી દુનિયામાં અત્યારે ડિપટેક ક્ષેત્રે મોટી ક્રાંતિ આવી રહી છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. બેંગલુરુની આપણી ડિપટેક કંપનીઓ હજુ પણ મહત્ત્વના કોમ્પોનન્ટ્સ જેવા કે ચિપ્સ, બેટરી સેલ, રેઅર્થ મેગ્નેટ્સ અને સ્પેશિયાલાઇઝ્ડ મટિરિયલ્સ માટે વિદેશી આયાત પર જ નભી રહી છે. દુનિયાભરમાં ચાલી રહેલા રાજકીય તણાવ અને યુદ્ધોની સીધી અસર આપણા સ્પેસ અને ટેકનોલોજી સેક્ટર પર પડી રહી છે, જેના કારણે જે સામાન અગાઉ અઠવાડિયામાં મળી જતો હતો તેને હવે મંગાવતા મહિનાઓ નીકળી જાય છે.

દેશમાં રોકેટ બનાવતી એક સ્પેસટેક સ્ટાર્ટઅપના ફાઉન્ડરે ખુલાસો કર્યો છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા ભૌગોલિક રાજકીય તણાવ અને ખાસ કરીને રશિયા-યુક્રેન યુદ્ધને કારણે સપ્લાય ચેઇનને ભારે ફટકો પડ્યો છે. મહત્ત્વના સ્પેરપાર્ટ્સ અને કાચો માલ સમયસર હાથમાં ન આવવાને કારણે પ્રોડક્ટનું ડેવલપમેન્ટ અને ટેસ્ટિંગનું આખું શિડ્યુલ ખોરવાઈ ગયું છે. સાધનો સમયસર ન મળવાથી ઇનોવેશનની સ્પીડ પણ ઘણી ધીમી પડી ગઈ છે અને આ મામલે વિદેશી સપ્લાયર્સ પરની નિર્ભરતા મોટી અડચણ બની રહી છે.

આ ગંભીર સમસ્યાનો જો સમયસર કોઈ નક્કર ઉપાય નહીં આવે તો દેશનું આત્મનિભર બનવાનું સપનું પાછળ પડી શકે છે. પ્રોજેક્ટ્સ સમયસર પૂરા ન થવાથી સ્ટાર્ટઅપ્સને આર્થિક નુકસાન તો વેઠવું જ પડે છે, સાથેસાથે વૈશ્વિક હરીફાઈમાં ટકી રહેવું પણ મુશ્કેલ બને છે. જો ભારતે ટેક જગતમાં ખરેખર આગળ વધવું હશે તો હવે સરકારે અને ઉદ્યોગોએ દેશમાં જ આવા મહત્ત્વના કોમ્પોનન્ટ્સનું ઉત્પાદન વધારવા માટે તાત્કાલિક ધોરણે મોટા પગલાં લેવા જ પડશે.

LATEST ARTICLES