ન્યૂયોર્કમાં સામે આવેલી માહિતી મુજબ ડોનાલ્ડ ટ્રમ્પના પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર મુકાતી પોસ્ટ્સ હવે બ્લૂમબર્ગ ઉપરાંત સસ્કેન્હાના ઇન્ટરનેશનલ ગ્રૂપ અને જમ્પ ટ્રેડિંગ જેવી હાઈ-ફ્રિકવન્સી ટ્રેડિંગ ફોર્મ્સને ઝડપથી મળશે. આ ખાસ API સર્વિસ થકી સબ્સ્ક્રાઇબર્સને ટ્રમ્પની પોસ્ટ્સ સામાન્ય રોકાણકારો કરતાં 50 મિલિસેકન્ડ વહેલી વાંચવાની ટાઇમિંગ એડવાન્ટેજ મળશે. આ મામલે ટ્રમ્પ મીડિયા એન્ડ ટેક્નોલોજી ગ્રૂપે જુલાઈ મહિનામાં જ તેની સૌથી ઝડપી એક્સેસ આપતી આ પ્રોડક્ટનું એલાઉન્સ કર્યું હતું, જેનો હેતુ ફાઇનાન્સિયલ માર્કેટમાં થતી હલચલનો ફાયદો ટ્રેડિંગ ફોર્મ્સને અપાવવાનો છે.
આ ડીલ મુજબ વોલ સ્ટ્રીટની આ કંપનીઓ મહિને 60,000 થી 100,000 ડોલર ખર્ચીને આ ડેટા મેળવી રહી છે, જેનો ઉપયોગ સોફ્ટવેર દ્વારા સેકન્ડના હજારમા ભાગમાં ટ્રેડ એક્ઝિક્યુટ કરવા માટે થશે. પ્રેસિડેન્ટની પોસ્ટ્સથી શેરબજાર કે ઓઇલ ફ્યુચર્સ જેવા એસેટ્સમાં મોટા ઉતાર-ચઢાવ આવતા હોવાથી આ સર્વિસ ઘણી મહત્વની માનવામાં આવે છે. ટ્રમ્પ ફેમિલી ટ્રસ્ટ કંપનીમાં 41% હિસ્સો ધરાવે છે અને ટ્રમ્પ તેના સોલ બેનિફિશિયરી છે. જોકે, આ વર્ષે કંપનીના શેરોમાં 50% થી વધુનો ઘટાડો નોંધાયો છે અને માર્કેટ વેલ્યુ ઘટીને અંદાજે 1.8 અબજ ડોલર થઈ ગઈ છે, જ્યારે માર્ચ 2024માં તે આશરે 8 અબજ ડોલર પર બંધ થઈ હતી.
સરકારી નિવેદનો મેળવવા માટે નાણાકીય બેરિયર ઊભું કરવાના આ કન્સેપ્ટને કારણે વિવાદો પણ ઘેરાયા છે. ઓગસ્ટ મહિનામાં ઇન્ટરનેટ મીડિયા અને ફ્રીડમ ઓફ ધ પ્રેસ ફાઉન્ડેશને કોર્ટમાં કેસ દાખલ કરીને આ પેઇડ ફીડને ગેરબંધારણીય ગણાવી છે. આ ઉપરાંત ડેમોક્રેટિક સેનેટર્સ એલિઝાબેથ વોરેન અને એડમ શિફ દ્વારા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનને આ મામલે તપાસ કરવા અપીલ કરવામાં આવી છે અને તેને પદનો દુરુપયોગ ગણાવ્યો છે. બીજી તરફ ટ્રમ્પ મીડિયાના પ્રવક્તાએ આ તમામ આક્ષેપોને ફગાવતા જણાવ્યું છે કે આ માત્ર ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ API પ્રોડક્ટ છે જેને અનામી સોર્સ દ્વારા બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
