JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે, બનાસકાંઠા અને કેવડિયાને આપશે વિકાસની ભેટ

Oct 29, 2026 | 09:10 | By JAMNAGAR MIRROR
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે, બનાસકાંઠા અને કેવડિયાને આપશે વિકાસની ભેટ
દેશના PM નરેન્દ્ર મોદી આગામી 30 અને 31 ઓક્ટોબરના રોજ બે દિવસીય સત્તાવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ ઉત્તરથી લઈને દક્ષિણ ગુજરાત સુધી અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે તેમજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં જોડાશે.

દેશના PM નરેન્દ્ર મોદી આગામી 30 અને 31 ઓક્ટોબરના રોજ બે દિવસના સત્તાવાર પ્રવાસે ગુજરાત આવી રહ્યા છે, જેને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. પોતાના આ પ્રવાસ દરમિયાન PM ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સની ભેટ આપશે. તેઓ બનાસકાંઠાના ભીલડી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે કેવડિયા ખાતે આયોજિત અનેક મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહીને જનતાને સંબોધિત કરશે અને વિવિધ લોકઉપયોગી કાર્યોનું લોકાર્પણ કરશે.

પ્રવાસના પ્રથમ દિવસ એટલે કે 30 ઓક્ટોબરના રોજ સવારે 8:45 કલાકે PM ડીસા એરપોર્ટ પર આગમન કરશે અને ત્યારબાદ ભીલડી ખાતે BBBRC કેટલ ફાર્મ તથા ET IVF લેબની વિશેષ મુલાકાત લેશે. સવારે 10:30 કલાકે ભીલડી ખાતે ભવ્ય જાહેર સભા યોજાશે, જ્યાં બનાસકાંઠા જિલ્લાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થશે. બપોરે 12:00 કલાકે ગાંધીનગર રાજભવન જવા રવાના થઈને તેઓ બપોરે 1:00 થી 4:00 કલાક દરમિયાન રાજકીય અને સંગઠનના આગેવાનો સાથે બેઠકો કરશે. સાંજે 4:00 કલાકે કેવડિયા જવા રવાના થઈને તેઓ સાંજે 5:00 કલાકે ભારત પર્વ પેવેલિયન, રેન ફોરેસ્ટ અને વમન વૃક્ષ વાટિકાની મુલાકાત લેશે. આ ઉપરાંત સાંજે 6:00 કલાકે કલ્ચર ગ્રાઉન્ડ ખાતે 'આનંદ મઠ' નાટકમાં હાજરી આપશે, સાંજે 7:45 કલાકે એકતા પ્રકાશ પર્વમાં જોડાશે અને રાત્રે 8:15 કલાકે વિશ્વપ્રસિદ્ધ નર્મદા ઘાટ પર નર્મદા આરતીમાં ભાગ લઈ કેવડિયા ખાતે જ રાત્રિ રોકાણ કરશે.

પ્રવાસના બીજા અને અંતિમ દિવસે, એટલે કે 31 ઓક્ટોબરના રોજ સવારે 9:00 કલાકે PM સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપશે. સવારે 9:15 કલાકે કેવડિયાના નવા વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદ તેઓ રેન ફોરેસ્ટ અને વમન વૃક્ષ વાટિકાની મુલાકાત લેશે. સાંજે 5:30 કલાકે ભવ્ય 'એકતા દિવસ'ની રાષ્ટ્રીય ઉજવણી અને પરેડમાં વિશેષ ઉપસ્થિતિ રહેશે. આ તમામ કાર્યક્રમો પૂરા કર્યા પછી મોડી સાંજે 7:40 કલાકે કેવડિયાથી વડોદરા એરપોર્ટ જવા રવાના થશે અને રાત્રે 9:10 કલાકે વિશેષ વિમાન દ્વારા દિલ્હી પરત ફરશે.

LATEST ARTICLES