વાશિંગ્ટનથી સામે આવેલી માહિતી મુજબ અમેરિકાના અધિકારીઓએ મધ્ય પૂર્વના કેટલાક દેશો અને ક્ષેત્રીય સાથીઓને આગામી 3 નવેમ્બરના રોજ યોજાનારી યુએસ મિડટર્મ ઇલેક્શન પછી ઈરાન સામે સંભવિત નવા મિલિટરી એક્શન માટે તૈયાર રહેવા ચેતવણી આપી છે. આ મામલે માહિતી આપનારા બે ડિપ્લોમેટ્સના જણાવ્યા અનુસાર, ઈરાન તરફથી સંભવિત પલટવાર કે બદલાની કાર્યવાહીના ખતરાને ધ્યાનમાં રાખીને આ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જો કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હજુ સુધી ઈરાન પર નવા હુમલા કરવા અંગે કોઈ આખરી નિર્ણય લીધો નથી, પરંતુ તેમણે ચૂંટણી પૂરી થતાં જ મિલિટરી એક્શનનો આદેશ આપવાની શક્યતાઓ ખુલ્લી રાખી છે.
અમેરિકી અધિકારીઓના જણાવ્યા મુજબ આ નવું મિલિટરી એક્શન કેટલાક દિવસો સુધી ચાલી શકે છે અને ઈરાન અથવા તેના પ્રોક્સી ગ્રૂપ્સ એનર્જી ફેસિલિટીઝ તથા મહત્ત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા કરીને બદલો લઈ શકે છે, જેના કારણે લડાઈ લાંબી ખેંચાઈ શકે છે. આ સંઘર્ષ હવે વધુ વકરી ગયો છે કારણ કે ઈરાન સમર્થિત હૂતી રેબલ્સ સાઉદી અરેબિયાના ઓઈલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એરપોર્ટને નિશાન બનાવી રહ્યા છે. આ સ્થિતિને પહોંચી વળવા પેન્ટાગોને પર્શિયન ગલ્ફમાં 9000 ટ્રૂપ્સ સાથે યુએસએસ થિયોડોર રૂઝવેલ્ટ અને અન્ય એફિબિયસ લેન્ડિંગ શિપ્સ તૈનાત કર્યા છે, જેનાથી પ્રદેશમાં નેવલ પ્રેઝન્સ વધીને 20,000 થી વધુ સેલર્સ અને મરીન્સ સુધી પહોંચી ગઈ છે.
આ યુદ્ધના કારણે અમેરિકન ટેક્સપેયર્સ પર પણ મોટો બોજ પડ્યો છે અને પેન્ટાગોનના રિપોર્ટ મુજબ આ લડાઈનો ખર્ચ વધીને USD 47.1 બિલિયન પર પહોંચી ગયો છે, જેની અસર ગ્લોબલ ઇકોનોમી અને ગેસોલિન પ્રાઇસ પર પણ પડી રહી છે. એક તરફ રાષ્ટ્રપતિ ટ્રમ્પ ચૂંટણી પ્રચાર દરમિયાન ટૂંક સમયમાં યુદ્ધનો અંત લાવવાનો દાવો કરી રહ્યા છે, તો બીજી તરફ ચૂંટણી પછી બોમ્બબાર્ડિંગની ધમકી પણ આપી રહ્યા છે. આ દરમિયાન ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાગ્ચીએ જણાવ્યું છે કે તેમનો દેશ હજુ પણ ડિપ્લોમેસીને મોકો આપવા તૈયાર છે અને સીઝફાયર માટે મધ્યસ્થીઓ સાથે મળીને કામ કરી રહ્યો છે, ત્યારે સમગ્ર મધ્ય પૂર્વમાં આગામી દિવસોમાં મોટો તણાવ સર્જાવાની પૂરી શક્યતા છે.
