JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

એમેઝોનમાં વધુ એક વખત છટણીનો દોર, ડિવાઈસીસ અને સર્વિસીસ યુનિટમાંથી અંદાજે 250 કર્મચારીઓનીકાપણી

Oct 29, 2026 | 07:45 | By JAMNAGAR MIRROR
નવું કિંડલ અને ટેબ્લેટ લોન્ચ કર્યાના થોડા જ દિવસોમાં ઈકોમર્સ જાયન્ટ એમેઝોને પોતાની ડિવાઈસીસ અને સર્વિસીસ ડિવિઝનમાં આ લગભગ 250 જેટલી નોકરીઓ ઓછી કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ ઓપરેશનલ એફિશિયન્સી વધારવા અને પ્રોડક્ટ રોડમેપ સાથે તાલમેલ બેસાડવા માટે આ કડક પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે.

વર્લ્ડ ફેમસ ઈકોમર્સ જાયન્ટ એમેઝોનમાં ફરી એકવાર નોકરી કાપવાનો સિલસિલો શરૂ થયો છે અને કંપનીના ડિવાઈસીસ તથા સર્વિસીસ યુનિટ પર તેની સીધી અસર પડી છે. થોડા દિવસો પહેલા જ નવા કિંડલ ઈ-રીડર્સ અને ટેબ્લેટ કોમ્પ્યુટર્સ જેવા પ્રોડક્ટ્સ માર્કેટમાં લાવ્યા બાદ કંપનીએ આ ડિવિઝનમાંથી આશરે 250 કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય લીધો છે. કંપનીના પ્રવક્તાએ આ અંગે મહોર મારતા જણાવ્યું હતું કે ઓપરેશનલ એફિશિયન્સી સુધારવા અને પ્રોડક્ટ રોડમેપને વધુ મજબૂત કરવા માટે આ ખૂબ જ મુશ્કેલ નિર્ણય લેવો પડ્યો છે. આ છટણી મુખ્યત્વે સોફ્ટવેર ડેવલપમેન્ટ ટીમોને પ્રભાવિત કરશે અને કંપનીના આંતરિક માળખામાં ફેરફારનો સંકેત આપે છે.

આ સમગ્ર મામલે સંબંધિત સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રભાવિત થયેલા કર્મચારીઓને 28 ઓક્ટોબરના રોજ વહેલી સવારે ઈમેલ અને ટેક્સ્ટ મેસેજ મોકલીને જાણ કરવામાં આવી હતી. આ ઈમેલ ડિવાઈસીસ અને સર્વિસીસ યુનિટના એચઆર વાઈસ પ્રેસિડેન્ટ શેરી રોબિન્સન દ્વારા મોકલવામાં આવ્યો હતો, જેમાં સ્પષ્ટ કહેવાયું હતું કે કંપનીએ પોતાની સ્ટ્રક્ચરની ઊંડાણપૂર્વક સમીક્ષા કર્યા બાદ આ ઘટાડો કરવાનું જરૂરી બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરૂઆતમાં જ જાન્યુઆરી મહિનામાં એમેઝોને અગાઉ ઓક્ટોબરમાં કરેલી 14,000 નોકરીઓની કાપણી ઉપરાંત દેશભરમાંથી 16,000 કર્મચારીઓને છૂટા કર્યા હતા. તે સમયે કંપનીએ બ્યુરોક્રસી ઘટાડવા અને માલિકીની ભાવના વધારવા માટે આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું.

એક તરફ નોકરીઓમાં કાપણી થઈ રહી છે તો બીજી તરફ કંપનીએ પાંચ નવા અલેક્સા પાવર્ડ ડિવાઈસીસ પણ લોન્ચ કર્યા છે, જેમાં રીડિઝાઈન કરેલું Echo Show 16 સ્માર્ટ ડિસ્પ્લે સામેલ છે જેની કિંમત $499.99 રાખવામાં આવી છે. આ ઉપરાંત બિલ્ટ-ઈન કેમેરા સાથેનું Echo Studio સ્પીકર $249.99, સ્માર્ટ હોમ હબ ધરાવતું Echo Dot $99.99, સ્લીપ સેન્સિંગ ટેક્નોલોજી વાળું Echo Time $199 અને અલેક્સા ફોટો ફ્રેમ $199.99 ની કિંમતમાં રજૂ કરવામાં આવ્યા છે. એપલ અને OpenAI જેવી AI કંપનીઓ તરફથી મળી રહેલી હરીફાઈ વચ્ચે એમેઝોન પોતાના ડિવાઈસીસ માર્કેટને મજબૂત કરવા મથી રહી છે. તાજેતરમાં જ કંપનીએ સોફ્ટવેર એન્જિનિયરો માટે એક મેમો પણ જારી કર્યો છે જેમાં સ્પષ્ટ કહેવાયું છે કે AI યુગમાં એન્જિનિયરોએ બદલાવ અપનાવવો પડશે કારણ કે આગામી સમયમાં સોફ્ટવેર એન્જિનિયરિંગના કેન્દ્રમાં AI જ રહેવાનું છે.

LATEST ARTICLES