JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

અબુ ધાબીની અડ્નોક કંપની હોરમુઝ સ્ટ્રેટ વગર જ ક્રૂડ ઓઈલ સપ્લાય શરૂ કરશે

Oct 29, 2026 | 01:10 | By JAMNAGAR MIRROR
અબુ ધાબીની અડ્નોક કંપની હોરમુઝ સ્ટ્રેટ વગર જ ક્રૂડ ઓઈલ સપ્લાય શરૂ કરશે
અડ્નોક કંપની દ્વારા એશિયન રિફાઈનર્સને નવી પાઈપલાઈન અંગે માહિતી આપવામાં આવી છે. વર્ષ 2027ના પ્રારંભથી ફુજૈરાહ ટર્મિનલથી ક્રૂડ ઓઈલનું સપ્લાય શરૂ થાય તેવી શક્યતા છે. આ પગલાથી યુએઈ ઓઈલ ડિલિવરી સુરક્ષા મજબૂત કરવા અને હોરમુઝ સ્ટ્રેટ પરની નિર્ભરતા ઘટાડવા માંગે છે.

અબુ ધાબી નેશનલ ઓઈલ કંપની એટલે કે અડ્નોક દ્વારા તેના એશિયન ગ્રાહકો અને રિફાઈનર્સને એક મહત્વના સમાચાર આપવામાં આવ્યા છે. કંપની દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી નવી પાઈપલાઈન પ્રોજેક્ટનું કામ ઝડપથી ચાલી રહ્યું છે અને તે આગામી વર્ષ એટલે કે 2027ના પ્રારંભમાં શરૂ થઈ જશે. આ પાઈપલાઈન શરૂ થવાથી કંપની અત્યંત સંવેદનશીલ અને વ્યૂહાત્મક રીતે મહત્વની એવી હોરમુઝ સ્ટ્રેટ એટલે કે જળમાર્ગને છોડીને સુરક્ષિત રીતે ઓઈલ પહોંચાડી શકશે. યુએઈની આ સૌથી મોટી ઓઈલ પ્રોડ્યુસર કંપનીના આ પગલાથી વૈશ્વિક સ્તરે ઓઈલ સપ્લાયની સુરક્ષામાં મોટો વધારો થશે અને આંતરરાષ્ટ્રીય બજારમાં કોઈ જોખમ ઊભું નહીં થાય.

આ યોજના હેઠળ કંપની પર્શિયન ગલ્ફની અંદર આવેલા ઓફશોર ફિલ્ડમાંથી ઉત્પન્ન થતા અપર ઝાકુમ ક્રૂડ ઓઈલનું સપ્લાય ફુજૈરાહ ટર્મિનલથી કરવાનો પ્લાન બનાવી રહી છે. આ વાર્ષિક કરારો હેઠળ ગ્રાહકોને ફુજૈરાહ ખાતે ઓઈલ ડિલિવર કરવામાં આવશે, જેથી જહાજોને ઈરાની હુમલાના જોખમવાળા હોરમુઝ જળમાર્ગમાંથી પસાર થવું નહીં પડે. અડ્નોક પાસે હાલમાં પહેલાથી જ એક પાઈપલાઈન છે જે ઓનશોર ફિલ્ડનું મરબાન ક્રૂડ ફુજૈરાહ પહોંચાડે છે, પરંતુ નવી પાઈપલાઈન કાર્યરત થવાથી હોરમુઝને બાયપાસ કરવાની ક્ષમતા બમણી થઈ જશે. યુએઈની આ રણનીતિનો મુખ્ય હેતુ દેશના અર્થતંત્રને આ જળમાર્ગ પરની નિર્ભરતાથી સંપૂર્ણપણે મુક્ત કરવાનો છે.

આ નવી પાઈપલાઈનનો પ્રારંભ એવા સમયે થવા જઈ રહ્યો છે જ્યારે યુએઈએ ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કંટ્રીઝમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો છે. ઓપેક ગ્રૂપના પ્રોડક્શન લિમિટ્સમાંથી મુક્ત થયા બાદ દેશ હવે માર્કેટની ડિમાન્ડ મુજબ વધુ લવચીક બનીને ઝડપથી ઉત્પાદન અને સપ્લાયના નિર્ણયો લઈ શકશે. યુદ્ધ કે વૈશ્વિક કટોકટીના સમયમાં સાઉદી અરેબિયાની લાઈન સાથે આ નવી લાઈન પણ ઓઈલ માર્કેટ માટે મોટી લાઈફલાઈન સાબિત થશે. અડ્નોકની આ પહેલથી આંતરરાષ્ટ્રીય ગ્રાહકોને કોઈપણ અડચણ વગર નિયમિતપણે ઓઈલ મળતું રહેશે અને બિઝનેસ વધુ સરળ બનશે.

LATEST ARTICLES