JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજદર યથાવત રાખ્યા, મોંઘવારી ઘટવા છતાં ભવિષ્યમાં વધારાની શક્યતા ખુલ્લી રાખી

Oct 29, 2026 | 00:55 | By JAMNAGAR MIRROR
યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજદર યથાવત રાખ્યા, મોંઘવારી ઘટવા છતાં ભવિષ્યમાં વધારાની શક્યતા ખુલ્લી રાખી
યુએસ સેન્ટ્રલ બેંકે 3.75%-4% ના સ્તરે વ્યાજદર સ્થિર રાખ્યા છે પરંતુ આગામી સમયમાં રેટ હાઇક અંગે કોઈ સ્પષ્ટતા નથી કરી. મોંઘવારી સામે લડવા માટે ફેડરલ રિઝર્વના ચેરમેન કેવિન વોર્શે વધુ ડેટાની રાહ જોવાની વાત કરી છે.

અમેરિકાની સેન્ટ્રલ બેંક એટલે કે યુએસ ફેડરલ રિઝર્વે તાજેતરના નિર્ણયમાં વ્યાજદરને 3.75%-4% ની રેન્જમાં યથાવત રાખ્યા છે. આ નિર્ણય 10 વિરુદ્ધ 2 ના વોટથી લેવામાં આવ્યો હતો, કારણ કે પોલિસીમેકર્સ એક તરફ અર્થતંત્રની મજબૂતાઈ અને બીજી તરફ સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ કરી રહ્યા છે. આગામી સપ્તાહે યોજાનારી યુએસ મિડટર્મ ઇલેક્શન્સ પહેલા આવેલા આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે અર્થતંત્રમાં તેજી હોવા છતાં મોંઘવારી હજુ પણ ચિંતાનો વિષય બનેલી છે. ફેડરલ રિઝર્વનું માનવું છે કે મોંઘવારી હજી પણ બેંકના 2% ના લક્ષ્યાંક કરતા ઉપર ચાલી રહી છે, જેના કારણે આગામી દિવસોમાં વ્યાજદર વધારવાના વિકલ્પો પણ ખુલ્લા રાખવામાં આવ્યા છે.

ફેડરલ રિઝર્વના ચેરમેન કેવિન વોર્ષે જણાવ્યું હતું કે દેશની આર્થિક ગતિવિધિઓ મજબૂત ગતિએ આગળ વધી રહી છે અને સપ્ટેમ્બરની સરખામણીમાં આર્થિક સ્થિતિ વધુ સારી થઈ છે. સ્થાનિક સ્તરે ખર્ચમાં વધારો થયો છે, પ્રોડક્ટિવિટી મજબૂત છે અને જોબ માર્કેટ પણ સારી સ્થિતિમાં છે જ્યારે અનએમ્પ્લોયમેન્ટ રેટમાં ખાસ કોઈ ફેરફાર થયો નથી. જોકે, બેંકના જ અધિકારીઓ લિસા કૂક અને બેથ હેમાકે આ નિર્ણયનો વિરોધ કરીને 25 બેસિસ પોઈન્ટ્સનો રેટ હાઇક કરવાની તરફેણ કરી હતી. તેમનું માનવું છે કે મોંઘવારી પર કાબૂ મેળવવા માટે જો સમયસર કડક પગલાં નહીં ભરાય તો સ્થિતિ વધુ મુશ્કેલ બની શકે છે, અને ડિસેમ્બર મહિનામાં ફરીથી વ્યાજદર વધવાની શક્યતા અર્થશાસ્ત્રીઓ વ્યક્ત કરી રહ્યા છે.

આ નિર્ણધ બાદ માર્કેટમાં મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી છે અને યુએસ સ્ટોક ઇન્ડેક્સ તથા ટ્રેઝરી યીલ્ડમાં હળવી અસ્થિરતા નોંધાઈ છે. કેવિન વોર્ષે સ્પષ્ટ કર્યું છે કે પોલિસી અંગે કોઈ ચોક્કસ તારીખ કે એક જ ડેટાના આધારે નિર્ણય લેવો યોગ્ય નથી, અને મોંઘવારી કંટ્રોલમાં ન આવે તો ભવિષ્યમાં વ્યાજદર વધારવાથી પાછા હટવામાં આવશે નહીં. હાલમાં બિઝનેસ અને સામાન્ય લોકો માટે ક્રેડિટ કંડિશન્સ થોડી કડક જરૂર બની છે, પરંતુ ઓવરઓલ આર્થિક સ્થિતિ હજુ પણ કાબૂમાં છે અને ફેડરલ રિઝર્વ આગામી ડેટા પર નજીકથી નજર રાખીને જ આગળના પગલાં ભરશે.

LATEST ARTICLES