JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

ડિજિટલ અરેસ્ટ સ્કેમ્સ એટલે સીધી ડિજિટલ ડાકુુૂુ, સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી

Oct 29, 2026 | 00:35 | By JAMNAGAR MIRROR
ડિજિટલ અરેસ્ટ સ્કેમ્સ એટલે સીધી ડિજિટલ ડાકુુૂુ, સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી
સુપ્રીમ કોર્ટે ડિજિટલ અરેસ્ટ કૌભાંડોને ડિજિટલ ડાકુુ તરીકે ઓળખાવ્યા છે અને આવા ગુનેગારો સામે અત્યંત કડક કાર્યવાહીની માંગ કરી છે. ચીફ જસ્ટિસ સૂર્ય કાંતે વીડિયો કૉલ કરીને લોકોને ડરાવીને પૈસા પડાવતા આ ઠગોને નિર્દયી અપરાધીઓ ગણાવ્યા છે.

દેશની રાજધાની ન્યુ દિલ્હીમાં બુધવારના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા ડિજિટલ અરેસ્ટ સ્કેમ્સ વિશે ખૂબ જ ગંભીર ટિપ્પણી કરવામાં આવી છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સૂર્ય કાંતની આગેવાની હેઠળની બેન્ચે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ પ્રકારના ગુનાઓ સામાન્ય છેતરપિંડી નથી, પરંતુ આ સીધી ડિજિટલ ડાકુુ છે. કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે કે ટેકનોલોજીનો દુરુપયોગ કરીને કેવી રીતે નિર્દોષ નાગરિકોને શિકાર બનાવવામાં આવી રહ્યા છે અને આનાથી આખા દેશમાં મોટો ડર ફેલાયો છે.

આ કૌભાંડમાં ઠગો પોલીસ કે અન્ય સરકારી અધિકારીઓ હોવાનો ડોળ કરીને વીડિયો કૉલ કરે છે અને પીડિતોને ડરાવીને તેમની જીવનભરની બચત આરોપીઓના બેંક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા મજબૂર કરે છે. આ સંગઠિત ગુનાખોરીમાં લોકોને માનસિક દબાણ હેઠળ લાવીને બ્લેકમેલ કરવામાં આવે છે કે તેઓ કોઈ ક્રિમિનલ કેસમાં ફસાયા છે. કોર્ટે આવા કઠોર અપરાધીઓ સામે ટ્રાયલ પહેલા પણ કાયદાકીય જોગવાઈઓ હેઠળ શક્ય તમામ કડક પગલાં લેવા પર ભાર મૂક્યો છે.

આ ગંભીર આંચકાજનક કૌભાંડો પાછળના ગુનેગારોને કોઈ પણ સંજોગોમાં છોડવા જોઈએ નહીં અને તેમની સાથે સૌથી નિર્દયી રીતેૂ પેશ આવવું જોઈએ તેમ કોર્ટે જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટની આ લાલ આંખથી સાયબર ફ્રોડ આચરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને આગામી સમયમાં આવા કેસોમાં તપાસ અને સજાની પ્રક્રિયા વધુ ઝડપી તથા સખત બને તેવી પૂરી શક્યતા છે.

LATEST ARTICLES