JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

ટ્રમ્પની આગેવાનીમાં પહેલી ક્વાડ સમિટ મનિલામાં યોજાવાની શક્યતા

Oct 29, 2026 | 00:35 | By JAMNAGAR MIRROR
ટ્રમ્પની આગેવાનીમાં પહેલી ક્વાડ સમિટ મનિલામાં યોજાવાની શક્યતા
અમેરિકી રાષ્ટ્રપતિ ડોલ્ડ ટ્રમ્પ અને પીએમ નરેન્દ્ર મોદી સહિતના નેતાઓ મનિલા ખાતે મળવા જઈ રહ્યા છે. મિડ-નવેમ્બરમાં યોજાનારી આ સમિટમાં ક્રિટિકલ ટેક્નોલોજી, સપ્લાય ચેઈન અને મેરિટાઇમ સિક્યુરિટી જેવા મહત્ત્વના મુદ્દાઓ પર વિશેષ ચર્ચા કરવામાં આવશે.

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની નવી સરકારે કમાન સંભાળ્યા બાદ પહેલીવાર ક્વાડ દેશોના ટોચના નેતાઓની સમિટ મળવા જઈ રહી છે. આ મહત્ત્વની બેઠક મિડ-નવેમ્બરમાં મનિલા ખાતે યોજાનાર આસિયાન અને ઈસ્ટ એશિયા સમિટની સાઈડલાઈનમાં યોજાય તેવી પૂરી શક્યતા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ફરીથી સત્તા પર વાપસી પછી ચારેય દેશોના નેતાઓ પહેલીવાર એક જ પ્લેટફોર્મ પર ભેગા થશે. આ સમિટમાં પીએમ નરેન્દ્ર મોદી ઉપરાંત અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના વડાઓ પણ ભાગ લેશે.

મનિલામાં આગામી 15 થી 18 નવેમ્બર દરમિયાન આસિયાન અને ઈસ્ટ એશિયા સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્વાડ સમિટના એજન્ડાને આખરી ઓપ આપવા માટે તમામ દેશોના વિદેશ મંત્રીઓ આશરે આ શુક્રવાર અને શનિવારે એટલાન્ટા ખાતે મળી રહ્યા છે, જ્યાં જી20 ફોરેન મિનિસ્ટર્સ મીટિંગ ચાલી રહી છે. અગાઉ 2024માં બાઈડેન સરકાર દરમિયાન અમેરિકામાં છેલ્લી ક્વાડ સમિટ યોજાઈ હતી. આ વખતની બેઠકમાં ખાસ કરીને ક્રિટિકલ ટેક્નોલોજી, મહત્ત્વના મિનરલ્સ, સપ્લાય ચેઈન, મેરિટાઇમ સિક્યુરિટી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવા મુદ્દાઓ પર ફોકસ રહેશે. આ સિવાય ક્વાડ એનર્જી બેંકની સ્થાપના કરવા અંગે પણ ચર્ચા થવાની પૂરી સંભાવના છે.

વર્તમાન સમયમાં ચાલી રહેલા યુદ્ધો અને ટ્રેડ રૂટ્સના દુરુપયોગને ધ્યાનમાં રાખીને જીવનજરૂરી ચીજવસ્તુઓની સપ્લાય ચેઈનને સુરક્ષિત કરવી એ આ બેઠકનો મુખ્ય એજન્ડા રહેશે. આ ક્વાડ સમિટ બાદ ભારત અને જાપાન વચ્ચે ટોક્યોમાં ફોરેન અને ડિફેન્સ મિનિસ્ટર્સના સ્તરની ચોથી ટુ પ્લસ ટુ મીટિંગ પણ યોજાવાની છે. નિષ્ણાતોના મતે આ બેઠકોથી વૈશ્વિક સ્તરે જીઓપોલિટિકલ સ્ટેબિલિટી જાળવવામાં ઘણી મદદ મળશે.

LATEST ARTICLES