JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
આરોગ્ય

કેનેડામાં રસીની આડઅસરનો ઘટસ્ફોટ, પીડિત મહિલાએ આપ્યું હ્રદયદ્રાવક નિવેદન

Oct 28, 2026 | 23:45 | By JAMNAGAR MIRROR
કેનેડામાં રસીની આડઅસરનો ઘટસ્ફોટ, પીડિત મહિલાએ આપ્યું હ્રદયદ્રાવક નિવેદન
કેનેડાની એલિસન ઇન્ક્વાયરીમાં લીસા વોટસન નામના મહિલાએ ફાઈઝર વેક્સિન લીધા પછી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હોવાની આપવીતી જણાવી છે. તેમણે એક જ ડોઝ પછી લકવા અને ચાલવાની શક્તિ ગુમાવવી પડી હોવાનું કહીને સૌને ચોંકાવી દીધા છે.

કેનેડામાં હાલમાં કોવિડ વેક્સિન લીધા પછી ગંભીર આડઅસરો કે નુકસાન સહન કરનાર લોકોની સાક્ષી નોંધવા માટે એલિસન ઇન્ક્વાયરી ચાલી રહી છે. આ ઇન્ક્વાયરી દરમિયાન લીસા વોટસન નામના મહિલાએ ભાવુક થઈને પોતાની આપવીતી રજૂ કરી હતી, જેને સાંભળીને સૌ કોઈ હચમચી ગયા હતા. તેમણે જણાવ્યું કે વર્ષ 2021માં ફાઈઝર કોવિડ-19 વેક્સિનનો માત્ર 1 જ ડોઝ લીધા પછી તેમના શરીરમાં ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ શરૂ થઈ ગઈ હતી. શરૂઆતમાં તેમને એવો ડર લાગ્યો હતો કે તેમને બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે, પરંતુ બાદમાં તબીબી તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા.

લીસા વોટસને વધુમાં જણાવ્યું કે ડોક્ટરોએ તેમને ટ્રાન્સવર્સ મ્હોલિટીસ નામની બીમારી હોવાનું નિદાન કર્યું હતું. આ ગંભીર બીમારીના કારણે તેમના શરીરમાંથી સંવેદના જતી રહી હતી, હિંસક આંચકીઓ આવતી હતી અને શરીરનો અમુક ભાગ પેરાલાઈઝ્ડ થઈ ગયો હતો. સ્થિતિ એટલી હદે બગડી ગઈ હતી કે તેમણે વોશરૂમનો ઉપયોગ કરવાની ક્ષમતા પણ ગુમાવી દીધી હતી અને ફરીથી ચાલતા શીખવું પડ્યું હતું. પોતાની સ્થિતિ વર્ણવતા તેમણે જણાવ્યું કે તેઓ અત્યારે વોકરના સહારે જીવવા મજબૂર બન્યા છે અને દૈનિક કામો માટે પણ મુશ્કેલી પડી રહી છે.

કેનેડાની આ વિશેષ ઇન્ક્વાયરીમાં આવા અનેક કેનેડિયન નાગરિકો આગળ આવી રહ્યા છે જેઓ વેક્સિનેશન પછી ગંભીર આડઅસરો કે પોતાના સ્વજનોને ગુમાવવાની પીડામાંથી પસાર થઈ રહ્યા છે. સતત 4 દિવસ સુધી ચાલેલી આ સાક્ષી નોંધણી પ્રક્રિયામાં લોકોએ વેક્સિન પછી થયેલી શારીરિક અને માનસિક મુક્તપણે રજૂ કરી છે. લીસા વોટસનની આ હ્રદયદ્રાવકગવાહી બાદ હવે સ્વાસ્થ્ય ક્ષેત્રે રસીની સુરક્ષા અને તેની આડઅસરોને લઈને ફરી એકવાર વૈશ્વિક સ્તરે મોટી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

LATEST ARTICLES