JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

ટ્રમ્પે ઈલ્હાન ઓમર પર સાધ્યુ નિશાન, સોમાલિયા ભાગી જવાની કરી વાત

Oct 28, 2026 | 19:47 | By JAMNAGAR MIRROR
ટ્રમ્પે ઈલ્હાન ઓમર પર સાધ્યુ નિશાન, સોમાલિયા ભાગી જવાની કરી વાત
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેક્સાસની એક રેલીમાં ડેમોક્રેટિક સાંસદ ઈલ્હાન ઓમર સામે આકરા પ્રહારો કર્યા છે. ટ્રમ્પે ઓમરના રાજીનામાની માંગણી કરતા દાવો કર્યો હતો કે વિવાદ વચ્ચે તેઓ પહેલી જ ફ્લાઈટ પકડીને સોમાલિયા જતા રહેશે.

ટેક્સાસમાં યોજાયેલી એક મિડટર્મ રેલી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે મિનેસોટાના ડેમોક્રેટિક સાંસદ ઈલ્હાન ઓમર પર ફરી એકવાર આકરા પ્રહારો કર્યા હતા. નામ અને ઓળખને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ટ્રમ્પે એવું નિવેદન આપ્યું હતું કે ઈલ્હાન ઓમરે પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ અને તેઓ પહેલી જ ફ્લાઈટ પકડીને સોમાલિયા પરત જતા રહેશે. ટ્રમ્પના આ નિવેદનથી અમેરિકન રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે અને આ મુદ્દો સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

આ રેલી દરમિયાન ટ્રમ્પે ઈલ્હાન ઓમર સામેના જૂના વિવાદાસ્પદ આરોપોને પણ તાજા કર્યા હતા, જેમાં તેમના ભૂતપૂર્વ પતિ અહેમદ નુર સાઈડ એલમી સાથે જોડાયેલો મામલો સામેલ છે. અગાઉ એવા આક્ષેપો થયા હતા કે એલમી તેમના ભાઈ છે, જો કે ઈલ્હાન ઓમરે આ વાતને અનેકવાર સદંતર નકારી કાઢી છે અને આ આરોપ આજદિન સુધી સાબિત થઈ શક્યો નથી. તાજેતરમાં જ DOJ ની કોર્ટમાં દાખલ કરવામાં આવેલા એક ડોક્યુમેન્ટમાં આ ડેમોક્રેટિક નેતાનું નામ 'ઈલ્હાન નુર સાઈડ એલમી ઉર્ફે ઈલ્હાન અબ્દુલ્લા ઓમર' તરીકે લખવામાં આવ્યું હતું, જેના કારણે આ વિવાદે ફરીથી જોર પકડ્યું છે.

જો કે કોર્ટમાં રજૂ કરાયેલા આ દસ્તાવેજમાં ફ્રોડ કે છેતરપિંડી થઈ હોવાની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, તેમ છતાં ટ્રમ્પે આ તક ઝડપીને રાજકીય હુમલા કરવાનું શરૂ કરી દીધું છે. અમેરિકન રાજકારણમાં આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આવા મુદ્દાઓ ખૂબ જ ચર્ચામાં રહે છે અને તેના કારણે રાજકીય પક્ષો વચ્ચેનો તણાવ સતત વધતો જોવા મળી રહ્યો છે. ટ્રમ્પના આ પ્રહાર બાદ હવે ઈલ્હાન ઓમર અથવા તેમની ટીમ તરફથી આ મામલે શું પ્રતિક્રિયા સામે આવે છે તેના પર બધાની નજર રહેશે.

LATEST ARTICLES