JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
મનોરંજન

હું ગર્વથી કહું છું કે હું દિમાગી નક્સલી છું, બોલિવૂડ એક્ટર નસીરુद्दीन શાહનો નવો વીડિયો વાયરલ

Oct 28, 2026 | 19:45 | By JAMNAGAR MIRROR
હું ગર્વથી કહું છું કે હું દિમાગી નક્સલી છું, બોલિવૂડ એક્ટર નસીરુद्दीन શાહનો નવો વીડિયો વાયરલ
જાણીતા એક્ટર નસીરુદ્દીન શાહે જામિયા મિલિયા ઇસ્લામિયાના સ્ટુડન્ટ્સના સમર્થનમાં નવો વીડિયો બહાર પાડ્યો છે. તેમણે સરકાર પર એજ્યુકેશન સિસ્ટમ નષ્ટ કરવાનો અને યુવાનોનો હોંસલો તોડવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.

જાણીતા એક્ટર નસીરુદ્દીન શાહે હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને પોતાને 'દિમાગી નક્સલી' તરીકે ઓળખાવતા ગર્વ અનુભવ્યો છે. દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ લાંબા સમયથી તેમની સ્ટુડન્ટ્સ યુનિયનને બહાલ કરવાની માંગ સાથે પ્રોટેસ્ટ કરી રહ્યા છે, જેમના સમર્થનમાં આ 76 વર્ષીય એક્ટર મેદાનમાં આવ્યા છે. વીડિયોમાં નસીરુદ્દીન શાહ 'દિમાગી નક્સલી' લખેલી પિન પહેરેલા નજરે ચડ્યા હતા અને તેમણે સરકારની નીતિઓ સામે રોષ વ્યક્ત કરતા સવાલ કર્યો હતો કે સરકાર દેશના યુવાનોનો હોંસલો તોડવા અને ડેમેાક્રસીને જોખમમાં મૂકવા માટે આખરે કઈ હદ સુધી જશે.

વીડિયોમાં ગુસ્સામાં દેખાયેલા એક્ટરે ભાજપની કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે સરકારે તેમના જેવા લોકો પર દેશવિરોધી અને ટુકડે-ટુકડે ગેંગ જેવા ઘણા લેબલ લગાવ્યા છે, પરંતુ તેમને આ વાતની કોઈ પરવા નથી. આ અગાઉ જુલાઈ મહિનામાં નીટ એગ્ઝામની ગેરરીતિઓ સામે થયેલા પ્રોટેસ્ટ અને સત્યજિત રે ફિલ્મ ઇન્સ્ટિટ્યુટ તેમજ જેએનયુના સ્ટુડન્ટ્સના મુદ્દે પણ તેમણે સરકારની ઝાટકણી કાઢી હતી. જામિયાના સ્ટુડન્ટ્સની માંગ છે કે વર્ષ 2006થી બંધ પડેલી યુનિયનની ચૂંટણી માટેની તારીખ અને કન્સ્ટિટ્યુશનને મંજૂરી આપવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવે, જેના સમર્થનમાં હવે કલાકારો પણ અવાજ ઉઠાવી રહ્યા છે.

પોતાના આ અંદાજ માટે ચર્ચામાં રહેલા વેટરન એક્ટરે વીડિયોના અંતમાં કવિ આમિર અઝીઝની પ્રખ્યાત કવિતાની પંક્તિઓ ટાંકીને કહ્યું કે સ્ટુડન્ટ્સ પર થઈ રહેલા અત્યાચારોને ક્યારેય ભૂલવામાં નહીં આવે. એટલું જ નહીં, તેમણે બિસ્મિલ અઝીમાબાદીની લોકપ્રિય કવિતા 'સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ' નો ઉલ્લેખ કરીને 'દેખના હૈ જોર કિતના બાજુ-એ-કાતિલ મેં હૈ' ની પંક્તિઓ બોલીને યુવાનોના સંઘર્ષને સમર્થન આપ્યું છે. દેશભરની અલગ-અલગ યુનિવર્સિટીઓમાં સ્ટુડન્ટ્સ પ્રોટેસ્ટ અને બોલિવૂડ સ્ટાર્સની એન્ટ્રીથી આ મામલો સોશિયલ મીડિયા પર ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.

LATEST ARTICLES