આ નવા મોડેલની શરૂૂઆતી કિંમત 82,900 રૂપિયા રાખવામાં આવી છે.
એપલના સૌથી નાના આઈપેડ મિનીને તેનું અત્યાર સુધીનું સૌથી મોટું અપગ્રેડ મળ્યું છે, પરંતુ આ સાથે તે ઘણું મોંઘું પણ થઈ ગયું છે. સોમવારે જાહેર કરાયેલા આ નવા મોડેલમાં શાનદાર OLED ડિસ્પ્લે, પાવરફુલ A20 પ્રો પ્રોસેસર, સુધારેલી કનેક્ટિવિટી અને વોટર રેસિસ્ટન્સ જેવા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. ઓન પેપર આ ટેબ્લેટ તેના જૂના મોડેલ કરતા ઘણું શક્તિશાળી છે, પરંતુ તેની વધેલી કિંmતે માર્કેટમાં મોટી ચર્ચા જગાવી છે.
ભારતમાં ઓક્ટોબર 2024માં લોન્ચ થયેલા અગાઉના આઈપેડ મિનીની શરૂૂઆતી કિંમત 49,900 રૂપિયા હતી, જ્યારે હવે નવા મોડેલની કિંમત 33,000 રૂપિયા વધીને સીધી 82,900 રૂપિયા થઈ ગઈ છે. આ લગભગ 66 ટકાનો તોતિંગ વધારો છે. વળી, વાઇ-ફાઇ અને સેલ્યુલર વેરિઅન્ટ તો 1,00,,900 રૂપિયાથી શરૂૂ થાય છે, જે એપલના આ નાના ટેબ્લેટને 1 લાખ રૂપિયાના આંકડાથી પણ ઉપર લઈ જાય છે. આ સાથે જો એપલ પેન્સિલ પ્રો (11,900 રૂપિયા) અને સ્માર્ટ ફોલિયો (8,500 રૂપિયા) ઉમેરવામાં આવે, તો આખું પેકેજ 1,03,300 રૂપિયાને પાર કરી જાય છે.
આ નવું આઈપેડ મિની 5.4 mm પાતળું છે અને તેમાં 1,200 નીટ્સ પીક બ્રાઇટનેસ સાથે 8.5 ઇંચની સ્ક્રીન મળે છે. કંપની દાવો કરે છે કે A20 પ્રો ચિપને કારણે CPU પર્ફોર્મન્સ 60 ટકા ઝડપી અને ગ્રાફિક્સ 2.7 ગણાં વધુ ફાસ્ટ બન્યા છે. જોકે, ભારતીય ગ્રાહકો માટે આટલી મોટી કિંમત ચૂકવવી મુશ્કેલ બની શકે છે. જે યુઝર્સને ખરેખર કોમ્પેક્ટ અને પ્રીમિયમ ટેબ્લેટની જરૂર છે, તેમના માટે આ ડિવાઇસ બેસ્ટ છે, પરંતુ સામાન્ય યુઝર્સ અને સ્ટુડન્ટ્સ માટે આ એક મોંઘો સોદો સાબિત થઈ શકે છે.
