JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

વેદાંતાનો કમાલ, સપ્ટેમ્બર ક્વાર્ટરમાં નેટ પ્રોફિટ 78 ટકા ઉછળીને 6,202 કરોડ પર પહોંચ્યો

Oct 28, 2026 | 15:25 | By JAMNAGAR MIRROR
વેદાંતાનો કમાલ, સપ્ટેમ્બર ક્વાર્ટરમાં નેટ પ્રોફિટ 78 ટકા ઉછળીને 6,202 કરોડ પર પહોંચ્યો
દેશની દિગ્ગજ માઇનિંગ કંપની વેદાંતાએ શાનદાર નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. કમાણીમાં મોટો ઉછાળો આવતા કંપનીના નેટ પ્રોફિટમાં રૂ. 2,723 કરોડનો જબરદસ્ત વધારો નોંધાયો છે અને દેવું પણ ઘટ્યું છે.

બુધવારે વેદાંતા લિમિટેડે સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ક્વાર્ટરના નાણાકીય પરિણામો જાહેર કર્યા હતા, જેમાં કંપનીએ શાનદાર પ્રદર્શન કરતા સૌનું ધ્યાન ખેંચ્યું છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ રૂ. 3,479 કરોડ હતો, જે આ વર્ષે 78 ટકા વધીને સીધો રૂ. 6,202 કરોડ પર પહોંચી ગયો છે. આ સાથે જ ઓપરેશનમાંથી મળતી રેવેન્યુ પણ 57 ટકા વધીને રૂ. 26,356 કરોડ થઈ ગઈ છે. કંપનીના જણાવ્યા અનુસાર કોમોડિટીના ઊંચા ભાવ, અનુકૂળ ફોરેક્સ મુવમેન્ટ અને પ્રોડક્શનમાં થયેલા વધારાને કારણે આ મજબૂત પરિણામો આવ્યા છે.

કંપનીનું EBITDA પણ બમણાથી વધુ થઈને રૂ. 9,938 કરોડ પર પહોંચ્યું છે, જેમાં વાર્ષિક ધોરણે 106 ટકાનો મોટો ઉછાળો જોવા મળ્યો છે. મુખ્યત્વે ઝિંક ઈન્ડિયા બિઝનેસ આ કમાણીમાં મોટો ફાળો આપનાર સાબિત થયો છે, જ્યાં રેવેન્યુ 76 ટકા વધીને રૂ. 14,525 કરોડ થઈ છે અને માઇન્ડ મેટલનું પ્રોડક્શન વધીને રેકોર્ડ 2,71,000 ટન પર પહોંચ્યું છે. આ ઉપરાંત, ઝિંક અને સિલ્વરના ભાવમાં અનુક્રમે 35 ટકા અને 59 ટકાનો વધારો થવાથી કંપનીની નફાકારકતાને મોટો ટેકો મળ્યો છે. સાઉથ આફ્રિકામાં ગેમ્સબર્ગ પ્રોજેક્ટનો બીજો તબક્કો શરૂ થવાથી ઝિંક ઇન્ટરનેશનલની કેપેસિટી પણ વધી છે, જ્યારે કોપર અને ફેકોર જેવા સેક્ટર્સનું પ્રદર્શન પણ શાનદાર રહ્યું છે.

આ શાનદાર કમાણીની સીધી અસર કંપનીના બેલેન્સ શીટ પર જોવા મળી છે અને વેદાંતાનું કન્સોલિડેટેડ નેટ ડેબ્ટ (દેવું) માત્ર એક જ ક્વાર્ટરમાં રૂ. 4,624 કરોડ ઘટીને રૂ. 3,675 કરોડ થઈ ગયું છે. જૂન ક્વાર્ટરમાં આ દેવું રૂ. 8,299 કરોડ હતું. કંપનીનો નેટ ડેબ્ટ-ટુ-EBITDA રેશિયો પણ સુધરીને 0.1 ટાઇમ્સ થઈ ગયો છે. ગ્રુપના સીઈઓ અજય ગોએલના જણાવ્યા અનુસાર મજબૂત કેશ જનરેશનને કારણે દેવું ઘટાડવામાં મોટી સફળતા મળી છે અને હિન્દુસ્તાન ઝિંકથી લઈને પોર્ટ્સ સુધીના તમામ બિઝનેસમાં આગામી સમયમાં વૃદ્ધિની સારી તકો રહેલી છે.

LATEST ARTICLES